માતૃશ્રી એમ.જી.ભુવા કન્યા વિદ્યા મંદિર-જાેષીપુરા, જૂનાગઢ દ્વારા આંતરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ નિમિત્તે ચિત્ર અને સૂત્ર લેખન સ્પર્ધા યોજાઈ

0

સંયુકત રાષ્ટ્ર દ્વારા માનવીય મૂલ્યોનું સંવર્ધન થાય, માનવ તરીકેનાં જન્મસિધ્ધ અધિકારો દરેક મનુષ્યને પ્રાપ્ત થાય, મનુષ્યમાં આત્મિયતા, ભાઈચારો, સમભાવ અને સદ્દભાવ જેવી ભાવનાઓનો સંચાર થાય તેમજ માનવજીવન અર્થપૂર્ણ, સંતોષપૂર્ણ અને ગોૈરવશાળી બને તેવા શુભાશયથી દરવર્ષે ૧૦મી ડિસેમ્બરે ‘આંતરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ’ ઉજવવામાં આવે છે. આંતરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ નિમિત્તે શ્રી સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ-જૂનાગઢ સંચાલિત માતૃશ્રી એમ.જી.ભુવા કન્યા વિદ્યા મંદિર-જાેષીપુરા, જૂનાગઢ ખાતે શાળાનાં આચાર્યા જયશ્રીબેન રંગોલિયા તેમજ સુપરવાઇઝર એમ.ડી. ઠુમ્મર અને હંસાબેન પટોળીયાનાં નીરિક્ષણ હેઠળ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રકૃતિબેન શર્મા દ્વારા યોજાયેલ ચિત્ર અને સૂત્ર લેખનની ઓનલાઈન સ્પર્ધાઓમાં શાળાનાં શિક્ષકોઓ અને શાળાની દિકરીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ તકે પ્રકૃતિબેન શર્માએ અદ્દભુત ચિત્રો દ્વારા શાળાનાં બાળકોને પ્રોત્સાહન પણ પુરૂ પાડયું હતું. શાળાની આવી પ્રશંસનિય પ્રવૃત્તિ બદલ સંસ્થાનાં ચેરમેન-મેનેજીંગ ટ્રસ્ટી જે.કે. ઠેસિયા, જાેઈન્ટ મેનેજીંગ ટ્રસ્ટી મૃણાલિનીબેન ગોધાણી, કેમ્પસ ડાયરેકટર સી.પી.રાણપરિયા, શિક્ષણ નિયામક એસ.કે. વોરા, વહિવટી અધિકારી કે.પી. ગજેરા સહિત સંસ્થાનાં ટ્રસ્ટીમંડળ અને સ્ટાફગણે હર્ષની લાગણી વ્યકત કરીને અભિનંદન પાઠવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!