ભારત સરકાર દ્વારા બાળકોને રચનાત્મક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવા તેમજ વૈજ્ઞાનિક અભિગમથી સ્થાનિક સમસ્યાઓનાં નિરાકરણ લાવવાથી બાળકોની ક્ષમતાઓ વિકસે તેવા ઉદ્દેશથી દર વર્ષે ‘નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ’નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પ્રતાપસિંહ ઓરાનાં માર્ગદર્શન હેઠળ જીલ્લા લેવલની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેેસ-ર૦ર૦ સ્પર્ધા કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં માતૃશ્રી એમ.જી.ભુવા કન્યા વિદ્યા મંદિર-જાેષીપુરા, જૂનાગઢમાં આચાર્યા જયશ્રીબેન રંગોલિયા, શિક્ષક અન્નાબેન કલ્યાણી અને ભકિતબેન મોણપરા સહિત શાળાની વિદ્યાર્થીનીઓ કુંજડિયા ધૃવી, કુંજડિયા ન્યુતિ, જેઠવા ધારા, ધોરાજીયા પિયુષા, ઉસદડિયા ગાર્ગી તેમજ અન્ય પ્રોજેકટ ગૃપ મેમ્બર્સનાં સંયુકત પ્રયાસોથી એશિયાટિક લાયન રક્ષણ, એ.સી.નો મર્યાદિત વપરાશ અને જૂનાગઢ રોપ-વે જેવા ઈનોવેટીવ પ્રોજેકટો તૈયાર કરીને રજૂ કરવામાં આવ્યા હતા. શાળાની આ સરાહનીય પ્રવૃત્તિ બદલ સંસ્થાનાં ચેરમેન-મેનેજીંગ ટ્રસ્ટી જે.કે. ઠેસિયા, જાેઈન્ટ મેનેજીંગ ટ્રસ્ટી મૃણાલિનીબેન ગોધાણી, કેમ્પસ ડાયરેકટર સી.પી.રાણપરિયા, શિક્ષણ નિયામક એસ.કે. વોરા, વહિવટી અધિકારી કે.પી. ગજેરા સહિત કર્મચારીઓએે અભિનંદન પાઠવ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews