ભારત સરકારના આયુષ મંત્રાલયના નેશનલ આયુષ મિશન અનુદાનિત આયુષ ગ્રામ પ્રકલ્પ અન્વયે નિયામક, આયુષના માર્ગદર્શન હેઠળ તાલુકા શાળા,પાદર ચોક, મેદરડા ખાતે તા. ૧૫-૧૨-૨૦૨૦ ના રોજ સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં જુનાગઢ સરકારી આયુર્વેદ કોલેજ, હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા નિદાન કરી કુલ ૧૫૭ જેટલા દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. કેમ્પ દરમ્યાન રોગપ્રતિરોધક શકિતવર્ધક આયુર્વેદિક અને હોમિયોપેથીક દવા, માસ્ક વગેરે સાથેની કિટનું કુલ ૧૮૭ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યુ હતુ. નિદાન સારવાર કેમ્પ સાથે સાથે નિઃશુલ્ક ડાયાબીટીસ ચેક અપનો કુલ ૨૭ દર્દીઓએ અને ઉકાળા વિતરણનો લાભ કુલ ૬૫૦ નગરજનોએ લીધેલો હતો. કેમ્પમમાં કોવિડ-૧૯ ની સરકારી ગાઈડલાઈનનું પાલન કરાયું હતું.સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય,હોસ્પિટલ જૂનાગઢના ઇન્ટર્ની દ્વારા ગ્રામલોકોના ઘરે જઈને આયુષ હેલ્થકાર્ડ ભરવામાં આવ્યું હતું. સમગ્ર કેમ્પને સફળ બનાવવા માટે આચાર્ય,સરકારી આયુર્વેદ કોલેજ જૂનાગઢ, આયુષગ્રામ ટીમ અને સરપંચ, મેદરડા ગ્રામ પંચાયત દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews