ઓખાનાં દરિયામાં બોટની જળ સમાધી, કોસ્ટગાર્ડે ૭ ખલાસીને બચાવ્યા

દેવભૂમિ દ્વારકાનાં ઓખાથી રપ નોટીકલ માઈલ દુર શ્રી દરિયાખેડૂ નામની સાત ખલાસી સાથેની બોટમાં અચાનક ખરાબ હવામાનને કારણે પાણી ભરાવા લાગતા ડુબવા લાગી હતી. ત્યારે બોટનાં ટંડેલ દ્વારા ઓખા કોસ્ટ ગાર્ડનો સંર્પક કરતા ઓખા કોસ્ટગાર્ડની ચાર્લી ૪૧૩ બોટ તુરત ઘટના સ્થળે જઈને પાણીમાં ડુબતી બોટમાં રહેલા સાત ખલાસીનો આબાદ બચાવ કર્યો હતો અને તમામને ઓખા કોસ્ટગાર્ડ કનકાઈ જેટીએ સલામત પહોંચાડયા હતા. આ તકે બોટ માલીકે ઓખા કોસ્ટગાર્ડનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!