કેશોદમાં એસબીઆઇ બેંકની વેરાવળ રોડ ઉપર આવેલ પેટા બ્રાંચમાંથી ૧૭ હજાર જેટલા બેંક એકાઉન્ટ એસબીઆઇની મુખ્ય બ્રાંચમાં ટ્રાન્સફર કરી દેવાના બેંકના સતાધીશોના ર્નિણય સામે શહેર ભાજપના મંત્રી બીજલભાઇ સોંદરવાએ સવાલ ઉઠાવી પ્રવર્તમાન કોરોનાના સમયમાં બેંકનો ર્નિણય સ્ટાફ અને ખાતા ઘારકો માટે જાેખમી હોવાનું ગણાવેલ છે. આ ર્નિણય અંગે સત્વરે ફેર વિચારણા કરી ફરી ૧૭ હજાર ખાના પેટા બ્રાંચમાં જ યથાવત રાખી કાર્યરત કરવા બેંકના ઉચ્ચ અઘિકારીઓ સમક્ષ માંગણી કરી છે.
હાલ કોરોનાનો વેવ ચાલી રહયો હોવાથી લોકો જરૂરીયાત મુજબ સાવચેતીથી કામકાજ કરી રહયા છે. આવા સમયે અપુરતા સ્ટાફ સહિતના કેટલાક ટેકનીકલ કારણો બેંક સતાઘીશો સામે ઘરી સૌને આશ્ચર્ય વચ્ચે કેશોદમાં વેરાવળ રોડ ઉપર આવેલ એસ.બી.આઇ. બેંકની પેટા બ્રાંચમાં નોંઘાયેલા ૧૭ હજાર જેટલા ગ્રાહકોના એકાઉન્ટ થોડા દિવસ પહેલા શહેરમાં જ માંગરોળ રોડ ઉપર આવેલ એસબીઆઇની મુખ્ય બ્રાંચમાં ટ્રાન્સફર કરી દેવામાં આવેલ છે. જેના કારણે લોકોના ઘસારો વઘતા સ્ટાફ તથા બેંક ઘારકો માટે મોટી પરેશાની ઉભી થઇ છે. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નં-૭ નાં રહીશો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓના ખાતાં આવેલાં છે ત્યારે અચાનક રાતોરાત એસબીઆઈ વેરાવળ રોડ પરની બ્રાંચ બેક નાં ખાતાઓ ચારચોક ખાતેની મેઈન બ્રાંચ માં બદલી નાંખતા વૃદ્ધો મહિલાઓ વિદ્યાર્થીઓ વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યાં છે. કેશોદના વેરાવળ રોડ ઉપર બહુરાષ્ટ્રીય કૃત બેંકની શાખાઓ ખુલતાં એસબીઆઈનાં અધિકારીઓ દ્વારા ર્નિણય લઈને આડકતરો ફાયદો કરાવવા ઈચ્છતા હોય એવું ચર્ચાઈ રહ્યું છે.
કોવિડ ૧૯ સંદર્ભે છેલ્લા નવેક માસ જેવા સમયથી સતત ચિંતિત સરકાર દ્વારા સોશીયલ ડીસ્ટન્સ જળવાઇ રહે તે માટે જરૂરી અમલીકરણ માટેની ગાઇડલાઇન જાહેર કરી છે. આવા સમયે શહેર ભાજપના મંત્રી અને જીલ્લા વિકલાંગ મંડળના સહ કન્વીનર બિજલભાઇ સોંદરવાએ કરેલ રજુઆતમાં જણાવેલ કે, એસબીઆઇની પેટા બ્રાંચના મોટી સંખ્યામાં ખાતા મુખ્ય બ્રાંચમાં ટ્રાન્સફર કરી દીઘા છે. જેથી મુખ્ય બ્રાંચમાં ગ્રાહકોનો ઘસારો વધી ગયો હોવાથી સોશીયલ ડીસ્ટન્સ જળવાતું નથી. બેંકમાં સરકારની ગાઇડલાઇનના ધજાગરા ઉડતા દ્રશ્યોે કાયમી જાેવા મળે છે. ખાતાધારકોનો વધારો થવાની સાથે સ્ટાફનો વધારો કરવામાં આવ્યો નથી અને કોમ્પયુટરાઈઝ બેંકીંગ સુવિધાઓનો લાભ ખાતાધારકો લેવાં ઈચ્છે તો વધારાનો ચાર્જ વસુલવામાં આવે છે. બેંકમાં આર્થીક વહીવટ સહિતના કામકાજ માટે દરરોજ અસતય લોકો આવતા હોય જેના કારણે કોરોના સંક્રમણ ફેલાવવાની ભિતી સેવાઇ રહી છે. આ સ્થિતિ બેંક ઘારકો અને કર્મચારીઓ માટે જાેખમી બની છે. આ સ્થિતિ અસહય અને જાેખમી હોવાથી તે અંગે મુખ્યમંત્રી, નાણાંમંત્રી, આરબીઆઇ, મહાપ્રબંઘક એસબીઆઇને લેખીત પત્ર પાઠવી ખાતાધારકો અને કર્મચારીઓના હિતમાં ૧૭ હજાર ખાતા ફરી પેટા બ્રાંચમાં જ યથાવત રાખવા માંગણી કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews