ગુજરાત વક્ફ બોર્ડ કે જમીન ઓળવી જવાનું બોર્ડ ?

0

ગુજરાત રાજ્ય વકફ બોર્ડે તા. ૪-૦૫-૨૦૧૫ના રોજ ૪૪૫૨ ચો.મી. જમીન રૂા. ૨૦,૦૩,૦૦૦ માં વેચાણની પરવાનગી અંજુમને હિફઝુલ ઈસ્લામ – કરમાદ, જિ. ભરૂચના ટ્રસ્ટીઓને આપી હતી. વેચાણની ભલામણ બોર્ડના સભ્ય બદરૂદ્દીન હાલાણીએ કરી ત્યારે વકફ સુધારા અધિનિયમ ૨૦૧૩ અમલમાં આવી ચૂક્યો હતો. જે મુજબ વકફની કોઈપણ મિલ્કત વેચાણ કે તબદીલ થઈ શકે નહિ તેવી સ્પષ્ટ જાેગવાઈ કાયદામાં હોવા છતાં એ સમયના વકફ બોર્ડના ચેરમેન અને નિવૃત્ત આઈપીએસ સ્વ. એ. આઈ. સૈયદ તથા બાકીના બોર્ડના સભ્યોએ ૨/૩ બહુમતીથી વેચાણ માટેની પરવાનગી આપી હતી.
આ પરવાનગી સામે હોબાળો થતાં ‘કાયદા વિભાગ – ગુજરાત સરકાર દ્વારા અને ‘સેન્ટ્રલ વકફ કાઉન્સિલ-ભારત સરકાર દ્વારા વકફ બોર્ડને તમામ કાર્યવાહી રદ કરવાનો તથા વકફ મિલકત પરત મેળવવાનો સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો હતો. તેમ છતાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડના કારોબારી અધિકારી, ચેરમેન તથા જવાબદાર અધિકારીઓએ સ્થળ ઉપર રૂબરૂ જઈને વાદગ્રસ્ત મિલકતનો કબજાે મેળવવા માટે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી ન હતી અને ગુજરાત સરકાર અને સેન્ટ્રલ વકફ કાઉન્સિલના આદેશોની ઘોર ઉપેક્ષા કરી હતી.
આ અંગેની અપીલ નં. ૧૦/૨૦૨૦ ‘ગુજરાત રાજ્ય વકફ ટ્રીબ્યુનલમાં દાખલ થઇ હતી. જેનો બહુમતીથી વકફ ટ્રીબ્યુનલ દ્વારા નિકાલ કરવામાં આવ્યો અને એપેલન્ટોને અંગત રીતે ગુજરાત રાજ્ય વકફ બોર્ડને ખર્ચ પેટે રૂપિયા ૫૦,૦૦૦ દિન ૩૦માં વકફ ફંડમાં ચૂકવવાનો હુકમ કર્યો હતો. સાથે સાથે વકફ ટ્રીબ્યુનલ દ્વારા પોતાના આદેશમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડના સભ્યો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરી ગુજરાત સરકારની પ્રતિષ્ઠાને ઝાંખપ લગાવી ગેરકાયદેસર પરમિશન આપી દીધેલ છે. જેથી પરમિશન આપવાનો બહુમતીથી ઠરાવ કરનાર ગુજરાત રાજ્ય વકફ બોર્ડના સભ્યો જાે હાલ ચાલુ હોય તો તેઓને સભ્યપદેથી તાકીદે દૂર કરવા અને ભવિષ્યમાં પણ સભ્ય તરીકે નિમણુંક આપવી નહિ તેવી ભલામણ રાજય સરકારને કરવામાં આવી છે.
તા. ૪-૦૫-૨૦૧૫ના રોજ વકફ બોર્ડ દ્વારા જે ગેરકાયદેસર અને ગેરબંધારણીય પરવાનગી આપવામાં આવી ત્યારે જે સભ્યો હતા તે પૈકી ૧. સજ્જાદ હીરા ૨. મો. જાવિદ પીરઝાદા (ધારાસભ્ય) ૩. અફઝલખાન પઠાણ (બાર કાઉન્સિલના પ્રતિનિધિ) ૪. અહેમદભાઈ જત ૫. બદરૂદ્દીન હાલાણી ૬. સિરાજભાઈ માંકડિયા વર્તમાન બોર્ડ વકફમાં સભ્યપદ ધરાવે છે. વકફ ટ્રીબ્યુનલ દ્વારા ગુજરાત સરકારને કરેલ ભલામણને કારણે ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેન સજ્જાદ હીરા સહિત પાંચ સભ્યોને ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી બરતરફ કરવા પડશે.
આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા ધાર્મિક અને સખાવતી સંસ્થાની જમીનો સહિત ખાનગી જમીનો અનઅધિકૃત રીતે પચાવી પાડનાર ભુમાફિયા ઉપર નિયંત્રિત કરનારા ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર (પ્રતિબંધ) વિધેયક, ૨૦૨૦ હેઠળ વકફ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારીને દિન ૧૫ માં કાર્યવાહી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ પ્રકારનો આ પ્રથમ હુકમ છે.

• કરોડોની વકફ જમીન ૨૦ લાખમાં વેચવાની પરવાનગી !!!
• વકફ સુધારા અધિનિયમ (૨૦૧૩) મુજબ વકફની કોઈપણ મિલ્કત વેચાણ કે તબદીલ થઈ શકે નહિ તેવી સ્પષ્ટ જાેગવાઈ હોવા છતાં વકફ બોર્ડ દ્વારા વેચાણની પરવાનગી !!!
• ગુજરાત સરકાર અને ‘સેન્ટ્રલ વકફ કાઉન્સિલ – ભારત સરકાર દ્વારા તમામ કાર્યવાહી રદ કરવાનો અને વકફ મિલકત પરત મેળવવાના સ્પષ્ટ આદેશની અવહેલના
• વકફ મિલકતની વેચાણ પરવાનગી આપવાનો બહુમતીથી ઠરાવ કરનાર વકફ બોર્ડના જે તે સમયના સભ્યો જાે હાલ બોર્ડ મેમ્બર ચાલુ હોય તો તેઓને સભ્યપદેથી તાકીદે દૂર કરવાની વકફ ટ્રીબ્યુનલની સરકારને ભલામણ
• ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેન સજ્જાદ હીરા સહિત પાંચ સભ્યોનું સભ્યપદ ખતરામાં
• કોંગ્રેસ-ભાજપના આગેવાનો ની મીલીભગત, કોંગ્રેસના વાંકાનેરના ધારાસભ્ય મો. જાવિદ પીરઝાદાની સંડોવણી

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews