જાંબુરના પતિ-પત્નીનું મહિલા સહાયતા કેન્દ્રે સમાધાન કરી મિલન કરાવ્યું

0

તાલાલાની પરિણીતાને પારીવારીક સમસ્યાના કારણે પતિએ ઘરેથી કાઢી મુકી હતી. આ મામલે વેરાવળમાં કાર્યરત મહિલા સહાયતા કેન્દ્રે સમાધાન કરાવી પરિણીતાનું તુટતુ ઘર બચાવવાની ફરજરૂપી કામગીરી કરી હતી. તાલાળા તાલુકાનાં જાંબુર ગામની પીડીત મહિલાને તેના પતિએ ઘરેથી કાઢી મુકતા તે મહિલા વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત મહિલા સહાયતા કેન્દ્ર ઉપર મદદ માટે આવી પહોંચી હતી. ત્યારબાદ પીડીત મહિલાએ અરજી કરતા તેમના પતિને આ કેન્દ્ર ઉપર બોલાવીને અરજીને આધારે સ્ટાફના દક્ષાબેન દેવમુરારી અને રસીલાબેન કરગઠીયા દ્વારા કાઉન્સલિંગ કરી કાયદાકીય માર્ગદર્શન આપી પારીવારીક સમસ્યાનું સમાધાન કરાવી પતિ-પત્નીનું પુર્નઃમિલન કરાવ્યું હતું. પતિ-પત્નીએ કેન્દ્ર ઉપર આવીને પોલીસ સ્ટેશન બેઈઝેડ સપોર્ટ સેન્ટરની કામગીરી બિરદાવી હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews