યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશ જગતમંદિરે ગત ૨૮-૧ર-ર૦ર૦ના રોજ હરીયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંતસિંહ ચોટાલા સહિતના પરીવારને તંત્ર દ્વારા મંદિરના નિયમોને નેવે મુકી દર્શન કરાવ્યા હોવાનો વિવાદ વકર્યો છે.દ્વારકાધીશ જગત મંદિર કેટલાક પ્રસંગોને સિવાય કાયમી ધોરણે બપોરે ૧ વાગ્યે અનૌસર (મંદિર) બંધ થઇ જતું હોય છે. પરંતુ તંત્ર દ્વારા ઉપમુખ્યમંત્રી ચોટાલા પરીવારને બપોરે ૧.ર૦ કલાકે સ્પેશ્યલ મંદિર ખુલ્લું રાખી દર્શન કરાવ્યા હોવાથી વિવાદ વકર્યો છે.
આ અંગે દ્વારકાના પંડા અખિલ કિશોરચંદ્ર ઠાકરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, દ્વારકા જીલ્લા કલેકટર અને દ્વારકા શારદાપીઠના દંડી સ્વામીને લેખીત રજુઆત કરી તેમાં જણાવ્યું છે કે, હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંતસિંહ ચોટાલાની મહેમાનગતિ આવશ્કય હશે પરંતું એટલી અવશક્યતા ન હતી કે તેમના માટે ૧૪ ભુવનના સ્વામિનું જગતમંદિર નિયમ વિરૂધ્ધ ખુલ્લું રાખવું પડે ભારતીય જનતા પાર્ટી સનાતન ધર્મની રક્ષા માટે હિન્દુસ્તાનને ભારત બનાવવાની સંપુર્ણ કોશીશ કરી રહ્યું છે. સામાન્ય પ્રજા માટે કડક વલણ અને રાજકીય નેતાઓ માટે કુણું વલણ રાખવામાં આવતી હોવાને કારણે ધર્મપ્રેમી જનતા રોષે ભરાઇ છે.
શ્રી દેવસ્થાન સમિતીના દ્વારકાના આવા અણધડ વહીવટને કારણે સનાતન ધર્મની રક્ષા જાેખમમાં મુકાઇ છે. ભારતના ધર્મસ્થાનો ઉપર વીઆઇપી દર્શન પ્રથાને નાબુદ કરવાની અપીલ કરી દ્વારકા સમિતિ દ્વારા આ ગુન્હાકીય પ્રકિયા બદલ સજા કરવા માંગણી કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews