જૂનાગઢમાં ૧ કરોડથી વધુનો ચુનો ચોપડનાર પોસ્ટનાં એજન્ટ પિતા-પુત્ર સામે અસંખ્ય લોકોએ નોંધાવી ફરીયાદ

0

જૂનાગઢ શહેરમાં પોસ્ટની નાની બચતના નામે અનેક લોકોને નવડાવી નાંખનાર પિતા-પુત્ર સામે વધુને વધુ પોલીસ ફરીયાદ નોંધાઈ રહી છે. અત્યાર સુધીમાં સંખ્યાબંધ લોકોએ ફરીયાદો આપી છે અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહયો છે.
જૂનાગઢમાં પોસ્ટમાં રોકાણના નામે લાખો રૂપિયાનું ફુલેકું ફેરવીને ફરાર થઈ ગયેલા એજન્ટ પિતા-પુત્ર સામે પોલીસ તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. શરૂઆતમાં ચાર જેટલા લોકોએ ફરીયાદ નોંધાવ્યા બાદ અત્યાર સુધીમાં આ એજન્ટ દ્વારા કરાયેલ છેતરપીંડીનો ભોગ બનનાર ૮૦થી વધુ લોકોએ પોતાની ફરીયાદ નોંધાવી છે. જેને લઈને ઠગાઈનો આંક એકાદ કરોડ ઉપર જાય તેવી પુરેપુરી શકયતા છે. જૂનાગઢમાં પોસ્ટ ખાતામાં નાની બચતના એજન્ટ તરીકે કામ કરતા ભરત પરમાર અને તેના પુત્ર તુષાર સામે પોલીસમાં વિધિવત ગુન્હો નોંધાયા બાદ પોલીસે તપાસ તેજ કરી છે. શરૂઆતમાં ચાર પરિવારે તેની સાથે ૩પ.૮૯ લાખની છેતરપીંડી થયાની ફરીયાદ નોંધાવી હતી. જેમાં પોસ્ટની ડુપ્લીકેટ પાસબુક અને પહોંચના આધારે અનેક લોકોએ સાથે છેતરપીંડી થયાનું સામે આવ્યું છે. તપાસનીશ પીઆઈ પી.જે.બોદરે જણાવ્યું કે, અત્યાર સુધીમાં ૮૦ જેટલા લોકોએ પોલીસ સમક્ષ પોતાની ફરીયાદ અને નિવેદન નોંધાવ્યા છે. તેમના પૈસા આ ભરત પરમાર લઈ ગયો છે. હાલ તમામ પુરાવા એકત્ર કરવામાં આવી રહયા છે. તેની ઓફિસમાં સર્ચ કરીને ત્યાંથી સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે. તેમજ કલેકટર ઓફિસમાંથી તેની નાની બચતના એજન્ટ તરીકેની કામગીરી સહિતની વિગતો મંગાવવામાં આવી છે. આગામી એકાદ અઠવાડીયામાં છેતરપીંડીનો આંકડો એકાદ કરોડને વટી જશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews