જૂનાગઢમાં રોકડ સહિતનાં રૂા.૧.૧૬ લાખનાં મુદામાલ સાથે યુવાનને લુંટી લેવાયો : ૬ શખ્સો સામે ફરીયાદ

જૂનાગઢ શહેરમાં રેલવે સ્ટેશનથી આગળ થોડે દુર આવેલ રોડ પાસેનાં ઝુંપડા નજીક જેતલસર ગામનાં જયેશભાઈ પોપટભાઈ લાવાણી (ઉ.વ.૩૬)ને અજાણ્યા શખ્સોએ લુંટી લીધાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.
આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર આ કામના આરોપીઓ અજાણ્યા છ ઈસમોએ આ કામના ફરીયાદી પોતાનું મોટર સાયકલ લઈ જતા હોય ત્યારે એક આરોપીએ મોટર સાયકલ રોકાવી મોટર સાયકલમાં બેસી જઈ થોડે દુર જતા ફરીયાદીને કહેલ કે તારી પાસે પૈસા હોય તે આપી દે તેમ કહી ડોક પકડી નીચે પછાડી દીધેલ બાદમાં ત્યાં અજાણ્યા બીજા પાંચ માણસો આવી જઈ અને ફરીયાદી સાથે ઝપાઝપી કરી અને તેમાંથી એક ઈસમના હાથમાં છરી હોય જે છરી વડે ફરીયાદીના ડાબા પગના સાથળમાં ઈજા કરી તેમજ ફરીયાદીના પેન્ટના પાછળના ખીસ્સામાંથી પાકીટ કાઢી રોકડ રૂા.૧૦,પ૦૦/- તથા યુનિયન બેંકનું એટીએમ કાર્ડ તથા એમઆઈ નોટ કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂા.૮ર૦૦/-નો તથા ગળામાં પહેરેલ ચેઈન આશરે અઢી તોલાનો કિંમત આશરે ૧,૧૬,૦૦૦/- લુંટી લીધેલ હતો. આ બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ બી-ડીવીઝન પીઆઈ આર.બી. સોલંકી ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!