પંજાબ અને હરીયાણામાં ભાંગફોડિયા તત્વો દ્વારા થતા ગેરકાયદેસર કૃત્યો બંધ કરાવવા રિલાયન્સે કોર્ટનાં દ્વાર ખટખટાવ્યા

0

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહયોગી કંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (આર.જે.આઇ.એલ.) દ્વારા આજે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવનારી પિટિશનમાં ભાંગફોડિયા તત્વો દ્વારા કરવામાં આવી રહેલા ગેરકાયદે કૃત્યને સંપૂર્ણ રીતે બંધ કરાવવા માટે તાત્કાલિક સરકારી હસ્તક્ષેપ કરવાની માંગણી કરવામાં આવી છે. બંને રાજ્યોમાં થઈ રહેલા હિંસાત્મક કૃત્યના કારણે રિલાયન્સના કર્મચારીઓની જિંદગી જાેખમમાં મુકાઈ રહી છે અને મહત્વના કમ્યુનિકેશન ઇન્ફ્રસ્ટ્રક્ચર તથા વેંચાણને નુકસાન પહોંચી રહ્યું છે અને પેટાકંપનીઓ દ્વારા સંચાલિત સર્વિસ આઉટલેટ્‌સની કામગીરીમાં વિક્ષેપ થઈ રહ્યો છે. જે તત્વો તોડફોડ કરી રહ્યા છે તેમને સ્થાપિત હિતો ધરાવનારા અને વ્યાવસાયિક હરિફો દ્વારા ઉત્તેજિત કરવામાં આવે છે અને મદદ પણ કરાઈ રહી છે. રાજધાની નજીક ચાલી રહેલા કિસાન આંદોલનનો લાભ લઈને બદઇરાદો ધરાવનારા સ્થાપિત હિતેચ્છુઓએ રિલાયન્સ વિરૂદ્ધ અવિરત, મલિન તથા બદનામ કરવાનો ઇરાદો ધરાવતું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેને કોઈ સત્યનો આધાર નથી. હાઇકોર્ટ સમક્ષ અમે રજૂ કરેલા અખંડનીય તથ્યો ઉપરથી જુઠાણાનું અભિયાન ઉઘાડું પડી જાય છે. આ તથ્યો એ વાત પુરવાર કરે છે કે દેશમાં અત્યારે ચર્ચાઈ રહેલા ત્રણેય કૃષિ કાયદા સાથે રિલાયન્સને કોઈ લેવાદેવા નથી અને તેનાથી કોઈપણ રીતે તેને લાભ થવાનો નથી. ખરેખર તો, આ કાયદા સાથે રિલાયન્સના નામને જાેડવાનો એકમાત્ર નકારાત્મક હેતુ અમારા વેપાર અને અમારી શાખને નુકસાન પહોંચાડવાનો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!