જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેડિકલ ઓફિસર સામે લાંચ માંગવાનાં ગુનામાં એસીબીમાં ફરીયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. આશરે ૩ વર્ષ પહેલા મેડિકલ ઓફિસરે મેલેરીયા શાખાનાં કર્મચારીને કાયમી કરવા અને કુલ પગારમાં નિમણૂંક આપવા માટે લાંચ માંગી હતી. જેનો ઓડિયો વાયરલ થયો હતો. આ અંગે એસીબીમાં ઓડિયોની સીડી સાથે રજુઆત કરાઈ હતી. અંતે શનિવારે એસીબીએ મેડિકલ ઓફિસર સામે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ મહાનગરપાલિકા ભ્રષ્ટાચારને લઈ વિવાદમાં ઘેરાયેલી રહે છે. વિકાસનાં કામ હોય કે કર્મચારીઓને પ્રમોશન આપવાનો મુદ્દે, વિવાદ થતો જ રહે છે. ૩ વર્ષ પહેલા મેડિકલ ઓફિસર રવિ ડેડાણીયાએ ફિલ્ડ વર્કર મેલેરીયા શાખાનાં અમિત પરમારને કાયમી કરવા અને ફુલ પગારથી નિમણૂંક આપવા મુદ્દે લાંચ માંગી હતી. જેનો ઓડિયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો. આ ઓડિયોને લઈ તુષારભાઈ સોજીત્રાએ એસીબીમાં અરજી કરી હતી. ઓડિયો સંવાદની સીડી પણ આપી હતી. આ ઘટનાને લઈ શનિવારે એસીબીનાં બી.એલ.દેસાઈએ રવિ ડેડાણીયા અને સાહેદ અમીત પરમાર સામે ફરીયાદ નોંધી છે. ફરીયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અરજદાર તુષાર સોજીત્રાએ અરજી સાથે સોશ્યલ ઓડિયો સંવાદની સીડી સાથે અરજી દાખલ કરી હતી. બાદમાં સીડીનું એફએસએલથી નોન ટેમ્પરીંગ અંગે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ એફએસએલએ નોન ટેમ્પરીંગનું સર્ટી આપ્યું હતું. પરીણામે આક્ષેપીત રવિ ડેડાણીયા અને અમીત દીનેશચંદ્ર પરમારને સીડીનાં સંવાદ સંભળાવી પુછપરછ કરવામાં આવી હતી. સીડીમાંનો અવાજ પોતાનું હોવાનું જણાવ્યું હતું. આક્ષેપિત રવી ડેડાણીયાએ ત્રણ વર્ષ પહેલા આ ગુનાનાં સાહેદ અમીત પરમારને કાયમી કરવાનાં તથા ફુલ પગાર કરવા માટે લાંચ માંગી હતી. મેડિકલ ઓફિસરની કામગીરીમાં ન આવતું હોવા છતાં પણ લાંચ માંગી હતી અને લાંચની રકમ સ્વીકારી પણ હતી. આમ આ પ્રકરણમાં એસીબીએ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews