માંગરોળમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ શ્રેત્ર નિર્માણ નિધી સમર્પણ મહા અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ

0

વર્ષોની તપસ્યા બાદ હિન્દુ સમાજના આરાધ્ય દેવ અને હિન્દુઓના એકતાના પ્રતિક ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિરનું નિર્માણ અયોધ્યામાં થઈ રહ્યુ છે. ત્યારે સાધુ-સંતો અને જૂનાગઢ જિલ્લા સમિતિના અધિકારીઓ દ્વારા સર્વે લોકોને તન, મન, ધનથી યથાશક્તિ યોગદાન આપી આ ભવ્ય કાર્યમાં જાેડાવા અપીલ કરવામાં આવી હતી. તેમાં ઘરે-ઘરે જઈને જે સ્ટીકર લગાવવામાં આવશે તે ૧૦ હજાર સ્ટીકરના દાતા ચત્રભુજ જવેલર્સ વાળા ચત્રભુજભાઈ જાેગીયાએ જાહેરાત કરતા ઉપસ્થિત લોકોએ તાળીથી વધાવી હતી. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય અધિકારી તેમજ રાષ્ટ્રીય પ્રવક્તા દેવજીભાઈ રાવતના માર્ગદર્શન અનુસાર શ્રી રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ નિધી સમિતિ માંગરોળ દ્વારા ૧૫ જાન્યુઆરીથી ૨૭ ફેબ્રુઆરી સુધી માંગરોળ તાલુકામાં રહેતા સમસ્ત હિન્દુઓના ઘરે-ઘરે જઈ શ્રીરામ મંદિર માટે નિધી એકત્રિત કરવામાં આવશે. શ્રી રામ મંદિર નિર્માણ માટે યથાશક્તિ નિધિ સમર્પણ થાય તેના માટે પ્રત્યેક ઘર સુધીને પ્રત્યેક વ્યક્તિ સુધીનો સંપર્ક થશે તેમજ આ અભિયાનના અંતર્ગત પ્રત્યેક ઘરે શ્રી રામચંદ્રજીના સ્ટીકર તેમજ લોકેટ પણ અપાશે. હિંદુ સમાજના પ્રત્યેક ગણમાન્ય લોકો તેમજ નાના મોટો વેપારીઓ ગામના તમામ વિસ્તાર તથા પોતાની દુકાને કે વ્યવસાયિક સ્થાન ઉપર શ્રી રામ મંદિર નિર્માણનું બેનર લગાવી આ કાર્યમાં સહભાગી બનવા આહવાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત માંગરોળ સ્વામીનારાયણ મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય પુર્ણ પ્રકાશે આર્શીવચન આપ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય અધિકારી તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના જીલ્લાના તેમજ તાલુકાના હોદ્દેદારો સહીત હિન્દુ સમાજના તમામ આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં રામભક્તો હાજર રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!