સોમનાથ મંદિરની સમીપની ચોપાટીના દરીયામાં કલેકટરના જાહેરનામાની ઐસીતૈસી કરી ગેરકાયદેસર રીતે ચાલી રહેલ સ્પીડ બોટમાં રાઇડીંગની મજા માણવા બેસેલા બેંગ્લોેરના એક પરીવારના ચાર સભ્યો બોટ પલ્ટી જતા ડુબવા લાગેલ હતા. આ સમયે ચોપાટી ઉપરના ફેરીયાઓ અને તરવૈયાઓએ જાનની બાજી લગાવી ચારેય સભ્યોને હેમખેમ બચાવી દરીયામાં બહાર કાઢી લાવતા સદનસીબે મોટી દુર્ઘટના ઘટતા અટકી હતી. જાે કે, આ ઘટનાએ ઝેડપ્લસ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિરની દરીયાઇ સુરક્ષામાં છીંડા હોવાનું સાબિતી સમાન હોવાનું જાણકારો જણાવી રહયા છે.
બેંગ્લોરથી પતિ-પત્ની અને બે બાળકો સહિત ચાર સભ્યોનો પરીવાર સોમનાથ દર્શનાર્થે આવેલ હતો. આ પરીવાર જગવિખ્યાયત સોમનાથ મંદિરની સમીપે આવેલ ચોપાટીના દરીયા કિનારે ફરવા ગયેલ હતો. ત્યાં આ પરીવારના ચારેય સભ્યોએ દરીયાની મજા લેવા સ્પીડ બોટમાં રાઇડીંગ માટે સવાર થયેલ ત્યારે કિનારાથી થોડે દુર જ દરીયામાં સ્પીડ બોટ એકાએક પલ્ટી મારી ગઇ હતી. જેથી તેમાં સવાર બે બાળકો સહિતના ચારેય લોકો દરીયામાં ડુબવા લાગતા બચાવો… બચાવો..ની રાડારાડ કરતા ચોપાટીએ ધંધો કરતા રેકડી ગલ્લાવાળાઓ અને તરવૈયાઓએ સતર્કતા દાખવી દરીયામાં કુદી જઇ ડુબતા બેંગ્લોરના ચારેય સભ્યોને હેમખેમ કિનારે લાવી બચાવી લીધા હતા. આમ, સદનસીબે સોમનાથના દરીયા કિનારે મોટી દુર્ઘટના સહજમાં બનતી અટકી હતી.
જાે કે, આ મામલે પીઆઇ બી.જી. રાઠવાએ જણાવેલ કે, આ ઘટના અંગે દરીયામાં ગેરકાયદેસર ચાલતી સ્પીડ બોટના માલીક સામે જાહેરનામા ભંગની ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews