હજુ તો.. મુખ્યમંત્રીએ બે દિવસ પહેલાં જ લોકાર્પણ કર્યું હતું એ ગોમતીઘાટનો સંગમનારાયણ ઘાટ તુટયો

0

યાત્રાધામ દ્વારકાના પવિત્ર ગોમતી ઘાટનું બે દિવસ પહેલા રાજ્યના મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું એ ગોમતીઘાટનો છેલ્લો ઘાટ ગતરાત્રીના દરિયાઇ પાણીમાં કરંટ હોવાથી ઘાટ અને રેલીંગો તુટી જઇ ગોમતી નદીમાં પડી હતી. આ ઘાટ થોડા સમય પહેલા વાવાઝોડા અને તોફાની દરિયાઇ પાણીની થપાડોમાં જર્જરીત થઇ ગયો હતો ત્યારે તંત્ર દ્વારા નોંધ ન લેવાતા આ સંગમનારાયણ મંદિર પાસેનો ઘાટ તુટીને ઘાટના પથ્થારો અને રેલીંગ ગોમતી નદીમાં પડી ગયેલા નજરે પડ્યા હતા. આ બનાવની જાણ દ્વારકા પાલીકા ચીફ ઓફિસરને થતા રેસ્કયું ટીમ સાથે ગોમતી ઘાટે પહોંચી ગોમતી નદીમાં પડી ગયેલ રેલીંગો બહાર કાઢી તાબડતોબ ઘાટનું કામ આરંભાયું હોવાનું જાણવા મળેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા આ અંગેના અહેવાલો પ્રસિધ્ધ કરાયા હતા પરંતુ તંત્રએ તેની નોંધ નહોતી લીધી. ગોમતી કાઠાંના છેલ્લા ઘાટે પાંચ હજાર વર્ષ કરતાં પણ વધુ પૌરાણીક ગોમતીજી અને સમુદ્રનું મિલન થતું હોય તે વિશ્વનું એક માત્ર સંગમનારાયણનું મોટું મંદિર લાંબા સમયથી જર્જરીત થઈ ધ્વસ્ત થવાને આરે છે. આ મંદિર બે માળનું હોવાથી બન્ને માળ અંદર અને બહાર જર્જરીત થઇ ગયા છે. થોડા સમય પહેલા આવેલ વાવાઝોડામાં બાજુમાં પરીક્રમાનો ઓટો પણ તુટી ગયો હતો. સમુદ્ર અને ગોમતી નદીનું મિલન થતું હોવાથી છેલ્લા ઘાટે આવેલ આ મંદિરમાં દરિયો તોફાની થાય ત્યારે અથવા વાવાઝોડુ આવે ત્યારે અને તોફાની વરસાદના કારણે પહેલા આ મંદિરમાં અસર પડતી હોવાના કારણે મંદિર નીચેના ભાગથી ઉપલા ડેરા સુધી ખવાઈ જઈ હવે પડવાના આરે છે. જાે કે, સરકાર દ્વારા તેમજ સંબંધીત તંત્ર દ્વારા મંદિરની જાળવણી વહેલી તકે કરવામાં આવે તે જરૂરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!