ગુજરાત કલાવૃંદ દ્વારા જૂનાગઢ શહેર-જીલ્લા ભાજપનો નવનિયુકત ટીમનું સન્માન કરાયું

0

ગુજરાત કલાવૃંદ દ્વારા તા. ૧/૧/૨૦૨૧ શુક્રવારના રોજભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લાના પ્રમુખ તથા જૂનાગઢ મહાનગરની નવનિયુક્ત ટીમનો સન્માન સમારોહ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢ મહાનગર પાલિકા મેયર ધીરૂભાઇ ગોહેલ, પ્રદેશ અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી, રાજકોટ જીલ્લા ભાજપનાં હોદ્દેદારો હીરેન જાેશી, નીલેશ દોશી, યશ વાળા તથા જૂનાગઢ જિલ્લા ભાજપનાં રમેશભાઈ કોદાવલાની વિશેષ ઉપસ્થિતમાં જીલ્લા પ્રમુખ કીરીટભાઇ પટેલ, મહાનગર પ્રમુખ પુનિતભાઇ શર્મા, મહામંત્રી ભરતભાઈ શીંગાળા, સંજયભાઈ મણવર, શૈલેષભાઈ દવે તથા સમગ્ર ટીમને ગુજરાત કલાવૃંદ દ્વારા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ મહાનગરનાં નવનિયુક્ત પ્રમુખ પુનિતભાઇ શર્મા તથા પ્રદેશ અગ્રણી પ્રદીપભાઈ ખીમાણીએ કલાકારોનાં પ્રશ્નો સાંભળ્યા હતાં અને સરકારમાં યોગ્ય રજૂઆત કરવાની ખાતરી આપી હતી. સાથે સાથે જૂનાગઢ જિલ્લાના દરેક કલાકારોને પ્રધાનમંત્રી વિમા કવચ યોજના હેઠળ દરેક કલાકારોને વિમા કવચ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર આપશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જે માટે પણ ગુજરાત કલાવંૃદ પરિવારે પુનીતભાઈ શર્મા અને પ્રદીપભાઈ ખીમાણીનો આભાર માન્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત કલાવૃંદનાં સંસ્થાપક સંજયભાઈ પંડ્યાનાં માર્ગદર્શન હેઠળ જીતુભાઈ પરમાર, જીતુદાદ ગઢવી, રાજુભાઈ સોનપાલ, રાજુભાઈ ભટ્ટ, જીતુભાઈ દ્વારકાવાળા, રસીકભાઈ બગથરીયા, દિવ્યેશ જેઠવા, કરણદાન ગઢવી, જીતુભાઈ રાનેરા, દીપક જેઠવા, શૈલેષભાઈ નાઢા, ભાવનાબેન રામી, રીધ્ધી પંડ્યા, હીના વ્યાસ, ઉમા ગઢવી, બીના પુરોહિત, નીરાલી સોની વગેરેએ જહેમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews