વંથલી – ઓઝત નદીનાં પુલ પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

0

જૂનાગઢ જીલ્લાનાં વંથલી ઓઝત નદીનાં પુલ પાસેથી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ક્રાઈમ બ્રાંચ જૂનાગઢે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહ હાથ ધરી છે. જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર, જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચ જૂનાગઢનાં ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ.ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા અને સ્ટાફ દ્વારા ચોકકસ બાતમીના આધારે ઓઝત નદીનાં પુલ પાસે દરોડાની કાર્યવાહી કરતાં જાહેરમાં જુગાર રમતા ભાવેશ રતિલાલ નાંઢા રહે.ઝાંઝરડા રોડ, રોહન શૈલેષભાઈ વાઢેર રહે.ધંધુસર, જેન્તીલાલ ડાયાભાઈ અઘેરા રહે.ઝાંઝરડા રોડ, યોગેશભાઈ પ્રવીણભાઈ ઘેરવરા રહે.ઝાંઝરડા રોડ, રાહુલ મેન્દ્રભાઈ કડેચા રહે.વાંઝાવાડ વાળાને રૂા.રપ૧૧૦, મોબાઈલ -૪, મોટરસાયકલ -પ વગેરે મળી કુલ રૂા.૧,૪પ,૧૧૦ની રોકડ મુદામાલ સાથે ઝડપી લઈ તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!