જૂનાગઢ જીલ્લા શિક્ષણ પરિવાર દ્વારા માળીયા અને મેંદરડાની સ્કુલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

0

જૂનાગઢ જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા માળીયા અને મેંદરડાની સાસણ રોડ ઉપરની બે સ્કુલમાં તા. ૮ અને ૧૨ જાન્યુઆરીના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યંુ છે. શિક્ષણ સચિવ વિનોદરાયની પ્રેરણાથી જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને જૂનાગઢ શિક્ષણ પરિવાર માર્ગદર્શિત શિક્ષણ પરિવાર માળીયા હાટીના દ્વારા તા.૮-૧-૨૦૨૧ને શુક્રવારના રોજ માળીયા હાટીના સાસણ રોડ ઉપર આવેલ ચાણક્ય પબ્લિક સ્કુલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિતે તા.૧૨-૧-૨૦૨૧ને મંગળવારના રોજ સવારે ૯ થી ૨ વાગ્યા સુધી મેંદરડાના સાસણ રોડ ઉપર આવેલ જી.પી.હાઇસ્કુલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમ જૂનાગઢ જિલ્લા શિક્ષણ વિભાગે જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!