જૂનાગઢ : ઘણાં સમયથી નાસતા ફરતા બે આરોપીને એ-ડીવીઝન પોલીસે ઝડપી લીધા

0

જૂનાગઢનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટીની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજા તથા એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્પે.પ્રોહી. ડાઈવ સબબ પ્રોહીબીશન કેસો શોધી કાઢવા તેમજ અત્રેના જીલ્લાના તેમજ જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આરોપીઓ ઉપર ખાસ વોચ રાખી પકડી પાડી કાર્યવાહી કરવા સુચના મળેલ જે અન્વયે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં હે.કો. એમ.ડી. માડમ તથા પો.કો. અનકભાઈ ભીખુભાઈ, દિનેશભાઈ રામભાઈ, સુભાશભાઈ ધીરૂભાઈ, પ્રવિણભાઈ રાણીંગભાઈ, વનરાજસિંહ તથા સંજયભાઈ સવદાસભાઈ વગેરે સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન જૂનાગઢ ઉપરકોટ રામજી મંદિર પાસે પહોંચતા ધોરાજી પોલીસ સ્ટેશનનાં દારૂના કેસમાં સંડોવાયેલા વિશાલગીરી હરેશગીરી ગોસ્વામી (ઉ.વ.૩ર) ને ઝડપી લઈ તેને ધોરાજી પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી માટે સોંપી આપવામાં આવેલ છે. આ ઉપરાંત જેતપુર સીટી પોલીસ સ્ટેશનનાં દારૂનાં કેસમાં સંડોવાયેલા દિલીપ ઉર્ફે ટકો દેવગીરી ગોસ્વામી (રહે.જૂનાગઢ)વાળાને તળાવ દરવાજા રેલવે ફાટક પાસેથી ઝડપી લઈ જેતપુર પોલીસને હવાલે કરવામાં આવેલ છે. આ કામગીરીમાં એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી. ચૌધરીની સુચના મુજબ હે.કો. એમ.ડી. માડમ પો.કો. અનકભાઈ ભીખુભાઈ, દિનેશભાઈ રામભાઈ, સુભાશભાઈ ધીરૂભાઈ, પ્રવિણભાઈ રાણીંગભાઈ, વનરાજસિંહ બનેસિંહ તથા સંજયભાઈ સવદાસભાઈ વગેરે દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews