જૂનાગઢનું મહતમ તાપમાન ૯.૦૬, ગિરનાર ઉપર ૪.૦૬ ડિગ્રી

0

સોરઠ પંથકમાં દાંત કડકડાવતી ઠંડીનો માહોલ હજુ યથાવત રહયો છે અને શનિવાર સુધી હજુ ઠંડી હટે તેમ નથી તેમ હવામાન વિભાગનાં સુત્રોએ જણાવ્યું છે. આજે જૂનાગઢ શહેરનું મેકસીમમ તાપમાન ૧ર.૪ છે. મીનીમમ તાપમાન ૯.૦૬ છે. ભેજ ૮૧ ટકા અને પવનની ગતિ ૪.૯ રહી છે.
જૂનાગઢ શહેરમાં હાજા ગગડાવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થયંુ છે. માત્ર એક જ દિવસમાં ઠંડીમાં પ.પ ડિગ્રીનો વધારો થતા સર્વત્ર ઠંડા – ઠંડા કુલ કુલ જેવું વાતાવરણ થઈ ગયું છે. ઉત્તર ભારતમાં થતી હિમવર્ષાના કારણે ઉત્તર-પુર્વના ફુંકાતા બર્ફિલા પવનના કારણે કાતીલ ઠંડી અનુભવાઈ રહી છે. વહેલી સવારે અને મોડી રાત્રીના પડતી ઠંડીથી લોકો થરથર ધ્રુજી ઉઠયા છે. આ ઉપરાંત દિવસભર ફુંકાતા ઠંડા કાતિલ પવનના કારણ બપોરના સમયે પણ સૂર્યનારાયણ દેવતાના કિરણો વહેલી સવારના કુમળા તડકા જેવા લાગી રહયા છે. પરિણામે લોકો દિવસભર આકરી ઠંડીનો સામનો કરી રહયા છે. દરમ્યાન ગઈકાલે જૂનાગઢ શહેરમાં ૮.૭ ડિગ્રી અને ગિરનાર પર્વત ઉપર ૩.૭ ડિગ્રી ગાત્રો થિજાવતી ઠંડી પડી રહી હોય જનજીવન ભારે પ્રભાવિત થયું છે. શહેરમાં ભારે પવનના કારણે પડતી કાતીલ ઠંડીથી બચવા લોકો દિવસભર ગરમ વસ્ત્રોમાં લપેટાઈ રહે છે. વૃદ્ધો, બિમાર, મહિલાઓ દિવસભર બારી, બારણાં બંધ કરી ઘરમાં પુરાઈ રહે છે. ખાસ કરીને ગિરનારમાં પડતી ઠંડીથી રાની પશુઓ પણ મોટાભાગે ઢુવામાંથી બહાર આવતા નથી. તો પક્ષીઓ પણ માળામાં પુરાઈ રહે છે. આમ, ગાત્રો થીજાવતી ઠંડીથી સમગ્ર જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. દરમ્યાન રવિવારે લઘુત્તમ તાપમાન ૧૪.ર ડિગ્રી હતું. જયારે સોમવારે તાપમાનનો પારો ગગડીને ૮.૭ ડિગ્રીએ આવી જતા એક જ દિવસમાં ઠંડીમાં પ.પ ડિગ્રીનો વધારો અનુભવાયો છે. જયારે મહત્તમ તાપમાન પ.ર ડિગ્રી રહયું છે. જયારે ભેજનું પ્રમાણ સવારે ૭પ ટકા અને બપોર બાદ ૩૧ ટકા રહયું છે તેમજ પવનની ઝડપ પ.૬ કિલોમીટર પ્રતિ કલાકની રહેવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!