જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી. મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ભૂતકાળના ગુન્હાઓમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા, ઝુંબેશ હાથ ધરી, જિલ્લાના તમામ થાણા અમલદારોને વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા ખાસ સુચના આપવામાં આવી છે.આ દરમ્યાન જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં એક સફેદ કલરની સ્વીફ્ટ કારમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ ૧૮, મોબાઈલ, રોકડ રકમ, સહિતના કુલ રૂા. ૧,૨૭,૦૦૦ ના મુદામાલ સાથે હરિભાઈ કાળુભાઇ પરમાર (ઉફવ. ૫૧) તથા હંસાબેન હરિભાઈ પરમાર (ઉ.વ. ૪૬ રહે. ગાયત્રી પ્લોટ, વિસાવદર જી. જૂનાગઢ)ને પકડી પાડી, ગુન્હો નોંધી, ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલ બંને આરોપીઓની જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઈ એન.આર.પટેલ અને સ્ટાફના પુનાભાઈ, રણવીરસિંહ, અવિનાશભાઈ, વિપુલભાઈ, મેણશીભાઇ દ્વારા આરોપીઓની પુછપરછ કરવામાં આવતાં પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ સુરત ખાતે રહેતા કાર્તિકભાઈ પટેલે મોકલાવેલ હોવાની કબૂલાત કરેલ હતી. ટેક્નિકલ સોર્સને આધારે વિસાવદર પોલીસને કાર્તિક પટેલનું પુરૂ નામ કાર્તિક કાંતિભાઈ ધાનાણી (જાતે પટેલ, રહે. ગઢપુર ટાઉનશીપ, કઠોદરા ગામ, સુરત મૂળ રહે. માંડવા, તા. ગઢડા જી. બોટાદ) હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારથી આ આરોપીનું પ્રોહીબિશનના ગુન્હામાં નામ ખૂલેલ ત્યારથી પોલીસ પકડથી નાસતો ફરતો વોન્ટેડ હતો. આ પ્રોહીબિશનના ગુન્હામાં વોન્ટેડ નાસ્તો ફરતો આરોપી વિસાવદર કોર્ટમાં સરેન્ડર થવા આવેલ અને કોર્ટમાં અરજી કરવામાં આવેલ હતી. કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરી, વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર.પટેલને બોલાવતા, પોલીસ દ્વારા આરોપી અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ હોવાની શંકા વ્યક્ત કરવા સાથે ધારદાર રજુઆત કરવામાં આવતા, વિસાવદર કોર્ટ દ્વારા સરેન્ડરની અરજી નામંજૂર કરેલ હતી. જે હુકમ બાદ આરોપી કાર્તિક કાંતિભાઈ ધાનાણી કોર્ટમાંથી બહાર આવતા, વિસાવદર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ હતી. સામાન્ય રીતે રીઢા આરોપીઓ કોર્ટમાં હાજર થઈને પોલીસ ઉપર દબાણ લાવાવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હોય છે. તે જ રીતે પકડાયેલ આરોપી કોર્ટમાં સરેન્ડર થઈને પોલીસ ઉપર દબાણ લાવવા માંગતો હતો. પરંતુ, વિસાવદર કોર્ટ દ્વારા અરજી રિજેક્ટ કરતા, આરોપી ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયેલ અને વિસાવદર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી. આજ રીતે અન્ય બે મારામારીના ગુન્હાના આરોપીઓ સમસૂલહકક કાળુભાઇ અબડા (જાતે સંધિ ઉ.વ. ૨૯) અને હસન ઉર્ફે બોદુ જમાલભાઈ બ્લોચ મકરાણી (ઉ.વ. ૨૩ રહે. હનુમાનપરા, વિસાવદર જી. જૂનાગઢ) પણ વિસાવદર કોર્ટમાં સરેન્ડર થવા આવતા, તે બંને આરોપીઓનો પણ આવો જ ઘાટ થતા, વિસાવદર પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. વિસાવદર કોર્ટ દ્વારા આરોપીઓની સરન્ડર અરજીઓ નામંજુર કરવામાં આવતા, કોર્ટમાં સરન્ડર થતા, રીઢા આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા પકડાયેલ આરોપી ભૂતકાળમાં કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ? કોઈ ગુન્હામાં વોન્ટેડ છે કે કેમ ? આ પહેલા કેટલી વાર ભારતીય બનાવટનો વિદેશી દારૂ સપ્લાય કરવામાં આવેલ છે ? વિગેરે મુદાઓ સબબ પુછપરછ હાથ ધરી, વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઈ એન.આર.પટેલ તથા સ્ટાફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
પોકેટ કોપ એપ્લીકેશનની મદદ વડે વધુ ગૂન્હાની કબુલાત કરાવાઈ
વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ આરોપી કાર્તિક કાંતિભાઈ ધાનાણીની પૂછપરછ કરવામાં આવતાં આરોપી ભૂતકાળમાં સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશન ખાતે દારૂના એક જ ગુન્હામાં પકડાયેલા હોવાનું કબુલ કરેલ હતું. પરંતુ વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ આરોપી બાબતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.આર.પટેલ અને પોલીસ સ્ટાફની ટીમ દ્વારા આરોપી કાર્તિક કાંતિભાઈ ધાનાણી અંગે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતાં આરોપી ૨૦૧૪ માં અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશન ખાતે કંડકટર સાથે મારામારીના એક ગુન્હામાં, ૨૦૧૫ની સાલમાં સુરત શહેર કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે અટકાયતી પગલામાં, ૨૦૧૮માં સુરત શહેર સરથાણા પોલીસ સ્ટેશન ખાતે દારૂ પીવાના કેસમાં, મારામારીના કેસમાં તથા અટકાયતી પગલામાં તેમજ સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેરના એક એક સહિત કુલ પાંચ ગુન્હામાં, ૨૦૨૦ની સાલમાં તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશનના એક ગુન્હા સહિતના કુલ ૮ ગુન્હામાં પકડાયેલ હતો. ૨૦૧૪ થી ૨૦૨૦ દરમ્યાન કુલ ૯ ગુન્હાઓમાં પકડાયેલ આરોપી હોવાની વિગતો પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતું. ઉપરાંત આરોપી ચાલુ વર્ષમાં વિસાવદર અને અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂની હેરાફેરીના ગુન્હામાં વોન્ટેડ નાસતો ફરતો હોવાનું પણ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળ્યું હતું. વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ આરોપી પોતાના ભૂતકાળમાં કરવામાં આવેલ ગુન્હાઓ છુપાવવા માંગતો હતો, પરંતુ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા સર્ચ કરવામાં આવતા, પોકેટ કોપ એપ્લિકેશન એ આરોપીની પોલ ખોલી નાખતા, આરોપી ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયેલ હતો. પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ જાણવા મળતા, આરોપીઓએ પોતે ભૂતકાળમાં ઉપરોક્ત ગુન્હાઓ આચરેલાની કબૂલાત કરવામાં આવેલ છે. આમ, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા પકડાયેલ આરોપી જૂનાગઢ ઉપરાંત, સુરત શહેર, સુરત જિલ્લા, તાપી જિલ્લા, અમરેલી જિલ્લા, વિગેરે જિલ્લાઓમાં પકડાયેલ તેમજ વોન્ટેડ આંતર જિલ્લા ગુન્હેગાર હોવાની હકીકત પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા વિગતો જાણવા મળેલ હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews