જૂનાગઢના રેલવે સ્ટેશન પાસેથી ૧.૩૪ લાખના મુદામાલની લૂંટ કરનાર ૬ પૈકી પ શખ્સોને પોલીસે ગણત્રીની કલાકોમાં જ દબોચી લીધા છે. જયારે હજુ ૧ આરોપીની શોધખોળ જારી છે. દરમ્યાન ચોરીનો મુદામાલ રિકવર કરવા પાંચેય આરોપીના રિમાન્ડ મેળવાયા છે. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરનાં રેલવે સ્ટેશન પાસેથી પસાર થતા જેતપુર તાલુકાનાં જેતલસર ગામના જયેશભાઈ પોપટભાઈ લાલવાણીને અજાણ્યા ૬ શખ્સોએ મારમારી તેમજ પગમાં છરી મારી લૂંટ ચલાવી હતી. અજાણ્યા શખ્સોએ જયેશભાઈ લાલવાણી પાસેથી રોકડા ૧૦,પ૦૦, સોનાનો ચેન, ૧,૧૬,૦૦૦નો તેમજ મોબાઈલ, એટીએમ કાર્ડ મળી કુલ ૧,૩૪, ૭૦૦ના મુદામાલની લુંટ કરી હતી. બાદમાં છ શખ્સો ફરાર થઈ ગયા હતાં. આ મામલે જયેશભાઈ લાલવાણીએ ફરીયાદ નોંધાવી હતી. દરમ્યાન લુંટના આરોપીને ઝડપી લેવા રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિ તેજા વાસમ શેટીની સૂચના અને ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેેજાના માર્ગદર્શનમાં બી-ડીવીઝન પીઆઈ આર.બી. સોલંકી, પીએસઆઈ એ.કે.પરમાર અને ટીમે તપાસ હાથ ધરી હતી. બાદમાં સીસીટીવી ફુટેજ અને બાતમીના આધારે ૬ આરોપીને ઝડપી લેવાયા છે. ઝડપાયેલા આરોપીમાં સલીમ ઉર્ફે સલીયો ઉર્ફે કાલી હારૂનભાઈ બુખારી, અંજુમશા ઉર્ફે દેગડી ઈસ્માઈલશા રફાઈ, નાસીર યાસીનભાઈ હિંગોળા, આશિષ ઉર્ફે કાગો ભગવાનજી લીંબડ અને સાગર ગોગનભાઈ નાથનો સમાવેશ થાય છે. તમામ આરોપી જૂનાગઢના રહેવાસી છે. દરમ્યાન હજુ લુંટના ગુનાનો ફરાર છઠ્ઠા આરોપીને શોધી કાઢવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews