જૂનાગઢનું મહત્તમ તાપમાન ૧૪.૯ અને ભેજનું પ્રમાણ ૬૦ ટકા

0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર- કચ્છમાં આગામી શુક્રવાર સુધી હાડ ધ્રુજાવતી ઠંડીનો દોર હજુ પણ યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગની છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ કોલ્ડવેવની શકયતા છે. જેમાં જૂનાગઢનો પણ સમાવેશ થાય છે. આજે જૂનાગઢનું તાપમાન જાેઈએ તો મેકસીમમ ૧૮.૦ છે. મીનીમમ ૧૪.૯, ભેજનું પ્રમાણ ૬૦ ટકા, પવનની ગતિ ૬.૯ છે. જૂનાગઢ શહેરમાં એક દિવસમાં પ.પ ડિગ્રી ઠંડી વધ્યા બાદ ફરી એક દિવસમાં ૦.૯ ડિગ્રીનો ઘટાડો થયો છે. દરમ્યાન હજુ શુક્રવાર સુધી ઠંડી જળવાઈ રહેશે. જયારે શનિવારથી ઠંડીમાં થોડી રાહત મળવાની સંભાવના વ્યકત થઈ રહી છે. જૂનાગઢમાં સોમવારે લઘુત્તમ તાપમાન ૮.૭ ડિગ્રી રહયા બાદ મંગળવારે ૯.૬ ડિગ્રી રહેતા ઠંડીમાં ૦.૯ ડિગ્રીનો ઘટાડો થયો હતો. જાેકે, દિવસભર ફુંકાયેલા ઠંડાગાર પવનના કારણે ઠંડીની અસર જળવાઈ રહી હતી. દરમ્યાન મંગળવારે લઘુત્તમ ૯.૬, મહત્તમ ર૪.૬ ડિગ્રી તાપમાન રહયું હતું. જયારે ભેજનું પ્રમાણ સવારે ૮૧ ટકા અને બપોર બાદ ૩૮ ટકા રહયું હતું તેમજ પવનની ઝડપ ૪.૯ કિલોમીટર પ્રતિ કલાકની રહેવા પામી હતી. આમ, શહેરમાં ૯.૬ ડિગ્રી અને ગિરનાર પર્વત ઉપર ૪.૬ ડિગ્રી કાતીલ ઠંડી પડી હતી. હજુ શુક્રવાર સુધી ઠંડીની અસર જાેવા મળશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews