ગીર સોમનાથ જીલ્લાના બે શહેરોમાં પાંચ સ્થળોએ કોરોના રસીની ડ્રાય રન યોજાઇ

0

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના વેકસીન માટે તંત્રે તમામ તૈયારીઓ પુર્ણ કરી સજજ છે. ગઈકાલે ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તથા તાલાલા એમ બે કેન્દ્રો ઉપર કોરોના રસીની ડ્રાય રન સફળતા પુર્વક યોજાઇ હતી. જે અંગે માહિતી આપતા ગીર સોમનાથ જીલ્લાના એપીડેમીક ઓફીસર ડો. નિમાવતે જણાવેલ કે, વેરાવળમાં સિવીલ હોસ્પીટલમાં અને તાલાલા ખાતે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ધાવા તથા બે સરકારી સ્કુુલમાં અને અનેક ખાનગી હોસ્પીટલમાં ડ્રાય રન યોજાઈ છે. જેમાં સરકારની સુચના મુજબ જે લોકોને તબકકાવાર વેકસીનેશન કરવાનું છે તેની કરાયેલ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે. ગીર સોમનાથ જીલ્લામાં પણ ડોર ટુ ડોર સર્વે કરી સીનીયર સીટીઝનો અને ગંભીર રોગથી પીડાતા નાગરિકોની માહિતી સર્વે દ્વારા એકત્ર કરી છે. આગામી સમયમાં ગીર સોમનાથ જીલ્લામાં વેકસીનેશનની કામગીરી સફળતા પૂર્વક થાય તે માટે ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ વહીવટી-આરોગ્ય તંત્ર સુયોજીત માળખું તૈયાર કરી દીધું છે. ગીર સોમનાથ જીલ્લામાં મતદાર યાદી મુજબ ૫૦ વર્ષથી વધુ ઉંમરના ૨,૫૩,૧૫૫ નાગરીકોને, કિડની, હૃદય, અને કેન્સર જેવા ગંભીર રોગોથી પીડીત નાગરિકો ૫,૦૪૩ નાગરીકોને અગ્રતા મુજબ વેકશીન આપવાનું આયોજન કરાયેલ છે. ચાર તબકકામાં વેકસીનેશનની કામગીરી થશે
ગીર સોમનાથ જીલ્લામાં ચાર તબક્કામાં વેકસીનેશનની કામગીરી કરવાનું આયોજન કરેલ છે. જેમાં પ્રથમ તબક્કામાં ૬,૧૭૧ જેટલા હેલ્થ વર્કરોને, બીજા તબક્કામાં કોવિડ વોરીયર્સ એવા ૧૦ હજાર પોલીસ અને અન્ય વિભાગના સરકારી કર્મચારીઓને વેકસીનેશન કરવાનું આયોજન કરાયેલ છે. ત્રીજા અને ચોથા તબક્કામાં સીનીયર સીટીઝન અને રોગિષ્ટ નાગરીકોને વેકસીનેશન કરવાનું આયોજન કરાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews