જૂનાગઢમાં ભાજપની વિચારધારા સાથે સંકળાયેલા પ્રજાપતિ લોકોની મીટીંગ મળશે

0

મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, મ્યુનિસીપલ બરો, તાલુકા પંચાયતની ચૂંટણી આગામી સમયમાં યોજાનાર હોય જેમાં ભાજપની વિચારધારા સાથે સંકળાયેલા ગુજરાત પ્રજાપતિ (સૌરાષ્ટ્ર ઝોન)ની પ્રથમ બેઠકનું આયોજન કરવાનું હોય જેમાં પ્રદેશ કોર કમિટીના સભ્ય, સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લા કન્વીનર, સૌરાષ્ટ્રના તાલુકા કન્વીનરો, મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા તથા પૂર્વ હોદ્દેદારોની એક બેઠક તા.૯-૧-ર૦ર૧ને શનિવારે સવારે ૧૦ કલાકે શ્યામવાડી, પાંજરાપોળ સામે, ફાયર સ્ટેશનની બાજુમાં, ગીરનાર દરવાજા, જૂનાગઢ ખાતે રાખેલ છે. આ બેઠકમાં મુખ્ય મહેમાન તરીકે અખીલ ગુજરાત પ્રજાપતિ સંઘના ટ્રસ્ટી તેમજ મેયર ધીરૂભાઈગોહેલ ઉપસ્થિત રહેનાર હોય ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા સાથે સંકળાયેલા અગ્રણીઓને હાજર રહેવા યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews