વિસાવદર શહેરનાં નાગરિક મનહરભાઈ(ગુડડુ) દાફડાએ વિસાવદર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં થયેલ ભ્રષ્ટાચારની ઉચ્ચ સ્તરીય અને વિજીલન્સ તપાસની માંગણી કરવા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રાદેશીક કમીશ્નર, નગરપાલિકાઓ-ભાવનગર, કલેકટર જૂનાગઢ, પ્રાંત અધિકારી વિસાવદર, મામલતદાર વિસાવદર અને આવાસ યોજનાની એજન્સી સવજાણી એ એન્ડ ઈ કન્સલ્ટન્સી-રાજકોટને લેખીત રજૂઆત કરી તપાસની માંગણી કરેલ છે.
વિસાવદર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જ લોકોનાં મકાન હતા તેઓનાં ફોર્મ ભરાયેલ છે. અને તેવા ફોર્મ મંજુર થયેલ છે. આ અંગે એજન્સીનાં માણસો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ હોવાની રજૂઆત થયેલ છે. જે લોકોએ બેથી ત્રણ વર્ષ પહેલા ફાર્મ ભરેલ છે. તેવા લોકોને કોઈપણ પ્રકારની સહાય કે હપ્તો આવેલ નથી. જયારે પાછળથી એટલે કે એકાદ વર્ષ પહેલા જ લોકોનાં ફોર્મ ભરાયેલ છે. તેવા લોકોને તમામ હપ્તા ચુકવાઈ ગયેલા છે. આમ રકમનાં હપ્તા કયા ધારાધોરણ મુજબ ચુકવવા આવેલ છે ? કેવા કેવા ફોર્મને પ્રાયોરીટી આપવામાં આવેલ
છે ? કેવા ફોર્મની વિગતો કમ્પ્લીટ હોવા છતાં તેઓને હપ્તા ચુકવાયાનાં નથી અને અટકાવી રાખવામાં આવે છે ? તે કોનાં કહેવાથી અને શા માટે અટકાવવામાં આવેલા છે ? જે લોકોને બેન્કની લોક ચાલતી હોય તેવા લોકોનાં અસલ દસ્તાવેજાેની ખરાઈ કર્યા વગર હપ્તા ચુકવાઈ ગયેલા છે. વિજીલન્સ દ્વારા વિસાવદર શહેરમાં ચુકવવામાં આવેલ હપ્તા તથા બનેલા મકાનો સંબંધે તપાસ કરવા માટે અને તેની તપાસમાં અરજદારને સાથે રાખવા માંગણી કરેલી છે. તેમજ અરજદારે પત્રનાં અંતે દિન-૧પમાં તપાસ કરવામાં નહી આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews