કોરોના મહામારીએ લગભગ એક વર્ષથી લોકોને ઝપેટમાં લઇ લીધા છે અને નાના ગૃહ ઉદ્યોગ કરનાર દરેકને ઘરમાં રહીને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ધીમે ધીમે હવે અસરગ્રસ્ત લોકો આ મહામારી માંથી બહાર નીકળીને સેટ થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઘરે બેસીને ગૃહ ઉદ્યોગ કરનારને યોગ્ય પ્લેટફોર્મ મળે તે ઉદ્દેશથી લાયન્સ ક્લબ જૂનાગઢ રૂદ્રાક્ષ દ્વારા એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવેલ છે. તારીખ ૨૩ અને ૨૪ જાન્યુઆરી, ર૦ર૧ના શિવમ પાર્ટી પ્લોટ, જૂનાગઢ ખાતે નજીવા દરથી બે દિવસનું આાયોજન કરાયું છે. જૂનાગઢ ખાતે પ્રથમ એક્ઝિબિશનની શરૂઆત લાયન્સ ક્લબ જૂનાગઢ રૂદ્રાક્ષ દ્વારા કરાઈ હતી. બહેનોને પોતાની વસ્તુના વેચાણ માટે પ્લેટફોર્મ મળે તે હેતુથી સાવ નજીવા દરે એક્ઝિબિશનનું આયોજન આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જે કોઈને પોતાના સ્ટોલ રાખવા હોય તેમણે લાયન્સ ક્લબ જૂનાગઢ રૂદ્રાક્ષના કોઈપણ મેમ્બરનો સંપર્ક કરવાનો રહેશે. વહેલા તે પહેલાના ધોરણે સ્ટોલ આપવામાં આવશે. આ એકઝીબીશન કમ સેલનું આયોજન સોશ્યલ ડિસ્ટન્સ સેનીટાઇઝર અને સરકારની ગાઇડલાઇન મુજબ કરવામાં આવેલ છે..
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews