જૂનાગઢમાં ધો.૬ થી ૮ ની દિકરીઓને ઓનલાઈન શિક્ષણ તાલીમના મામલે ફોન હોય કે ન હોય પરંતુ ૧૦૦ ટકા રજીસ્ટ્રેશન ફરજીયાત કરવાનાં નિર્ણયની સામે શિક્ષકોમાં રોષની લાગણી ઉઠવા પામી છે. આ અંગે મળતી વિગત અનુસાર હાલ કોરોના મહામારીના કારણે સ્કુલો બંધ છે, પરંતુ ઓનલાઈન શિક્ષણ અપાઈ રહયું છે. ત્યારે ઓનલાઈન અપાતા શિક્ષણમાં રાજયમાં પ્રથમ નંબરે આવવાનું વ્યસન પોષવા શિક્ષકો ઉપર દબાણ કરવામાં આવી રહયું હોવાની ચર્ચાએ જાેર પકડયું છે. આ અંગે મળતી વિગત મુજબ ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતી દીકરીઓ માટે ઓનલાઈન શિક્ષણ અને સ્વરક્ષણની તાલીમ આપવાનું રાજય સરકાર દ્વારા નકકી કરવામાં આવ્યું છે. આ માટે દીકરીઓએ એન્ડ્રોઈડ મોબાઈલ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં ડીપીઈઓ આર.એસ. ઉપાધ્યાય દ્વારા ૭૯૪૧ નો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જાેકે, અનેક મા-બાપો કુમળીવયની દીકરીઓને એન્ડ્રોઈડ મોબાઈલ આપવા ઈચ્છતા ન હોય માત્ર ૪,પ૪૩નું જ રજીસ્ટ્રેશન થયું છે. આમ, પ૭.ર૦ ટકા જ રજીસ્ટ્રેશન થયું છે. ત્યારે ૧૦૦ ટકા રજીસ્ટ્રેશન સાથે રાજયમાં અવ્વલ નંબરે આવવા માટે ડીપીઈઓ દ્વારા શિક્ષકો ઉપર દબાણ કરવામાં આવી રહયું છે. ખાસ કરીને દીકરીઓ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય કે ન હોય ગમે તેમ કરીને પણ ૧૦૦ ટકા રજીસ્ટ્રેશન માટેનો તઘલખી નિર્ણય કરવામાં આવતા શિક્ષકોમાં ભારે કચવાટ જાેવા મળી રહયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews