ગુજરાતમાં કોરોનાની રસી મુકવાના વેકસીનેશન કાર્યક્રમમાં વેપારીઓને પ્રાધાન્ય આપવા માંગણી

0

ગુજરાતના રીટેલ વેપારીઓને કોરોના વોરીયર્સ ગણીને કોવિડ-૧૯ની રસીમાં પ્રાધાન્ય આપવા અંગે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન સંસ્થાએ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને લેખીત રજૂઆત કરી કોરોનાની મહામારીમાં વેપારીઓએ સરકારની ગાઇડલાઇન મુજબ લોકો સુધી જીવન જરૂરીયાતની ચીજાે પહોંચાડવા જે કવાયત કરી છે તેનું મૂલ્ય સરકાર ઓછુ તો નહિ જ આંકે તેમ જણાવી માંગણી કરેલ છે.
ગુજરાત રાજ્યભરના વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્રભાઇ તન્નાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને કરેલ રજૂઆતમાં જણાવેલ કે, સૌ પ્રથમ કોરોનાની રસી મૂકવાની ઝડપી શરૂઆત અંગે ગુજરાત સરકારને શુભેચ્છા. કોરોના મહામારીને નાથવા અને તેમાં સપડાયેલા લોકોને યોગ્ય સારવાર આપવા માટે સરકારે કોવિડ ટેસ્ટ સેન્ટર શરૂ કરવાથી માંડીને હોસ્પીટલોમાં સારવારના ભાવ નિશ્ચિત કરવા સુધીના જે પગલા ભર્યા છે તે સરાહનીય છે. કોરોના રસીના વેકસીનેશન મોર્ચે પણ ગુજરાત આખા દેશમાં ઉત્તમ ઉદાહરણરૂપ બની રહેશે તેવી આશા સેવી છે. રસી આપવામાં મોટી ઉંમરના વડીલો, કો-મોર્બિડિર્ટી ધરાવતા દર્દીઓ તથા કોરોના વોરીયર્સ જેવા કે ડોક્ટર્સ, પેરામેડીક્સ, પોલીસકર્મી અને સફાઇ કર્મીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યુુ છે તે સરાહનીય છે. જાે કે, કોરોનાના લોકડાઉનના કપરા સમયમાં લોકોને જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓ સરળતાથી મળતી રહે તે માટે પોતાનો જીવને જાેખમમાં મૂકીને પણ કામ કરનારા વેપારીઓ-રીટેલરોને આ યાદીમાંથી બાકાત રખાયા છે.
લોકડાઉનના સમયમાં અનાજ, શાકભાજી-ફ્રૂટ, દૂધ, દવાઓ સહિતની જીવન જરૂરીયાતની ચીજાેની અછત ન સર્જાય તે માટે અનેક વેપારીઓએ પોતાના અને પરીવારના સભ્યોના જીવ જાેખમમાં મૂકીને પણ દુકાનો ચાલુ રાખી હતી. જેથી વેપારીઓના પ્રતિનિધિ તરીકે આવા વેપારીઓને પણ કોરોના વોરીયર્સ ગણીને તેમને રસીના વેકસીનેશનના પ્રાયોરીટી લીસ્ટમાં મૂકવા જાેઇએ. સંસર્ગથી ફેલાતી કોરોના જેવી બીમારીનો ચેપ લાગવાની સૌથી વધુ શક્યતા વેપારીઓને પણ રહેલી છે. કારણ કે, તેઓ દિવસમાં સેંકડો ગ્રાહકોના સંપર્કમાં આવે છે. ચીજાે તથા રોકડની આપ-લે કરે છે. વેપારીઓને રસીના વેકસીનેશનમાં પ્રાધાન્ય આપવાથી તેમને તો કોવિડ-૧૯ સામે રક્ષા મળશે જ પણ સાથો સાથ વેપારીઓ મારફતે તેમની દુકાને આવનારા ગ્રાહકો કે અન્ય લોકોને ચેપ ફેલાવવાનો ભય પણ ઓછો થઇ જશે. જેથી આ મહામારી વધુ ઝડપથી કાબુમાં લાવી શકાશે. આ ઉપરાંત મહામારી ચરમસીમાએ હતી ત્યારે પણ ગુજરાતના અને દેશના લાખો વેપારીઓએ જે કર્તવ્યનિષ્ઠા દાખવી છે તે માટે સરકારે તેમને કોરોના વોરિયર્સની યાદીમાં સામેલ કરવા જ જાેઇએ. આ કોરોનાની મહામારીમાં વેપારીઓએ સરકારની ગાઇડ લાઇન મુજબ લોકો સુધી જીવન જરૂરીયાતની ચીજાે પહોંચાડવા જે કવાયત કરી છે તેનું મૂલ્ય ગુજરાત સરકાર ઓછુ તો નહીં જ આંકે તેવું અંતમાં જણાવી આ રજૂઆત ઉપર ગંભીરતાપૂર્વક વિચાર કરવાની માંગણી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews