વીજ કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને મળેલી મંત્રણા પડી ભાંગતા ૧૬ થી ર૧ જાન્યુઆરી દરમ્યાન વિવિધ કાર્યક્રમો યોજાશે

0

ગુજરાતભરનાં વીજ કર્મીઓના વિવિધ પડતર પ્રશ્નોને લઈ મળેલી મંત્રણા ભાંગી પડી છે. પરીણામે વીજ કર્મીઓના અગાઉ આપેલા આંદોલનના કાર્યક્રમો જારી રહેશે. આ અંગે જીઈબીના એડીશ્નલ જનરલ સેક્રેટરી એચ.જી. વઘાસીયાએ જણાવ્યું હતું કે, સાતમા પગાર પંચ હેઠળના ભથ્થા, લાભોને લઈ વીજ કર્મીઓએ વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કર્યા છે. ત્યારે ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતી દ્વારા અપાયેલ આંદોલનની નોટીસ સંદર્ભે જીયુવીએનએલ મેનેજમેન્ટ દ્વારા ૬ જાન્યુઆરીએ મિટીંગ બોલાવવામાં આવી હતી. જાેકે, મિટીંગમાં જીયુવીએનએલ અને ઉર્જા વિભાગ દ્વારા મંજુર કરાયેલા અને સરકારમાં ૧ જાન્યુઆરી ર૦૧૬ થી પડતર ભથ્થાના એરીયર્સની ચુકવણી મામલે મેનેજમેન્ટ દ્વારા કોઈ નિર્ણય કરવામાં ન આવતા મંત્રણા ભાંગી પડી છે. પરીણામે ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતી દ્વારા આંદોલન જારી રાખવા આદેશ કરાયા છે તે મુજબ નોટીસમાં જણાવ્યા મુજબ ૧૬ થી ર૧ જાન્યુઆરીના કાર્યક્રમો યથાવત રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews