જૂનાગઢ મહાનગરપાલિકાના મેડીકલ ઓફિસર ડો.રવિ ડેડાણીયા સામે લાંચ માંગવાનો એસીબીમાં ગુનો નોંધાયો છે. ગુનો દાખલ થયા બાદ તેઓ ધરપકડથી બચવા ૧ મહિનાની રજા ઉપર ઉતરી જવાનું ત્રાગું કર્યુ છે. એટલું જ નહી હાલ તેનો મોબાઈલ પણ કવરેજ એરીયાની બહાર બતાવે છે. જેથી ભુગર્ભમાં ઉતરી ગયાની મનપામાં જાેરશોરથી ચર્ચાઓ થઈ રહી છે.
આ અંગે મળતી વિગત મુજબ મનપાના મેડીકલ ઓફિસર ડો.રવિ ડેડાણીયાએ આશરે ત્રણેક વર્ષ પહેલા સાહેદ અને મનપાની મેલેરીયા શાખાના કર્મીને કાયમી કરવા માટે લાંચ માંગી હતી. જેમનો ઓડીયો બહાર પડયો હતો. આ મામલે તુષાર સોજીત્રાએ અરજી કરી હતી.
બાદમાં એસીબીના બી.એલ. દેસાઈએ ડો.રવિ તેજા ડેડાણીયા સામે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન ધરપકડથી બચવા મેડીકલ ઓફિસર ૧ મહિનાની રજા ઉપર ઉતરી, ભુર્ગભમાં જતા રહયા હોવાનું મનપામાં ચર્ચાઈ રહયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews