ગોસા(ઘેડ) : પોલીસે વધુ ૪ હથિયારો શોધી કાઢયા

0

તાજેતરમાં પોરબંદર એલ.સી.બી. તેમજ એસ.ઓ.જી. તથા રાણાવાવ પોલીસ સ્ટાફ દ્વારા નાસતા ફરતા ઈસમને ગેરકાનૂની હથીયાર સાથે ઝડપી પાડયા બાદ ગેરકાયદેસર હથિયારો પકડવાના આ સિલસિલાને યથાવત રાખી પોરબંદર એલ.સી.બી. પોલીસની આ કામગીરીમાં નવા ૨૦૨૧ના વર્ષમાં બોણીમાં બે શખ્સો પાસેથી ગેરકાયદેસર હથિયારો પકડી પાડેલ હતા. તેમાં કુતિયાણાના દિપક નાથા ઓડેદરાના નામના શખ્સ પાસેથી પકડાયેલ હથિયારમાં રાણાવાવના રાજશી માલદે ઓડેદરા નામનાં શખ્સનું નામ ખુલ્યુ હતું. તે આરોપીને જામનગરથી ટ્રાન્સફર વોરંટ મેળવી કડક પુછપરછ દરમ્યાન વધુ ૪ હથિયારો શોધી કાઢયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews