ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરમાં વસ્તા ૧૭ હજારથી વધુ મતદારોને પાલિકા દ્વારા એક લાખની અકસ્માત વીમા પોલિસીથી સુરક્ષિત કરવાનો ર્નિણય કર્યો છે. આ પોલિસીનું એક વર્ષનું પ્રિમીયમ પણ પાલીકા દ્વારા ભરવામાં આવ્યુ છે જે ર્નિણયને શહેરીજનો દ્વારા આવકારવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ પાલિકાના સત્તાધીશોના આ ર્નિણયને આગામી પાલિકાની ચૂંટણી સાથે જાેડવામાં પણ આવી રહ્યાનો ગણગણાટ લોકોમાં શરૂ થયો છે. આ અંગે તાલાલા પાલિકાના અશોકભાઈ પાઠકે આપેલ વિગત મુજબ તાલાલા શહેરમાં નગરપાલિકાના છ વોર્ડમાં વસવાટ કરતા કુલ ૧૭,૬૫૯ મતદારોને રૂા.૧ લાખની અકસ્માત પોલિસી પાલિકાના ખર્ચે આપવાનો ર્નિણય સતાધીશોએ કર્યો છે. આ એક વર્ષની અકસ્માત વીમા પોલિસીનું પ્રતિ મતદાર માટે ભરવાનું થતું રૂા.૨૨નું પ્રિમીયમ પાલિકા દ્વારા ચૂકવવામાં આવ્યું છે. આમ,પાલિકાએ ૧૭,૬૫૯ પોલિસી માટે રૂા.૨૨ લેખે કુલ રકમ રૂા.૩,૮૮,૪૯૮ ની રકમનો ચેક પાલિકા પ્રમુખ ઉષાબેન લક્કડ, અમિતભાઈ ઉનડકટ, ચીફ ઓફિસર જે.બી દૂસરાએ વીમા કંપનીના અધિકારી આર.એચ વ્યાસને આપ્યા છે. આગામી એક વર્ષ સુધી તાલાલા શહેરમાં વસ્તા ૧૭,૬૫૯ મતદારો અકસ્માત પોલીસીથી સુરક્ષિત રહેશે. અકસ્માત પોલિસીના એક વર્ષના સમયગાળા દરમ્યાન કોઈ મતદારનું અકસ્માતમાં અવસાન થાય તો રૂા.૧ લાખની રકમનો ચેક અર્પણ કરવાની કામગીરી કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, એક તરફ પાલિકાના ર્નિણયને આવકારવામાં આવી રહ્યો છે તો બીજી તરફ આગામી સમયમાં તાલાલા પાલિકાની ચૂંટણી યોજાવાની છે તે પૂર્વે રૂા.૨૨માં એક મત અત્યારથી પાકો કરી લેવાની સત્તાધીશોની ચાલ હોવાનો ગણગણાટ પણ શહેરીજનોમાં થઇ રહ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews