જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આકારા પાણીએ, આકસ્મિક મુલાકાત લઈ બે શાળાને ફટકારી નોટીસ

જૂનાગઢનાં ભલગામ (બીલખા) અને વિસાવદર તાલુકાની મોટા કોટડા કન્યા શાળાની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ શાળાની આકસ્મિક મુલાકાત આર.એસ ઉપાધ્યાયે આજે લીધી હતી. મુલાકાત સમયે અનિયમિતતા હોવાનું માલુમ પડતાં આ અંગે શાળા કક્ષાએ તેમની મુલાકાત પોથીમાં નોંધ કરી પાંચ દિવસ ખુલાસો રજુ કરવાની તાકીદ કરવામાં આવેલ છે. જે તે તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને પણ આ બાબતે સંબધિત શાળાના આચાર્ય તથા શિક્ષકનો ખુલાસો મેળવી પોતાના અભિપ્રાય સાથે તેમણે કરેલ કાર્યવાહીની વિગતો પાંચ દિવસમાં રજુ કરવા તાકીદ કરેલ છે. જિલ્લા શિક્ષણાધિકારીની મુલાકાત વખતે શાળાના આચાર્યની ગેરહાજરી, અનિયમિત શિક્ષકો, શાળામાં સ્વચ્છતાનો અભાવ, મુવમેન્ટ રજીસ્ટરમાં શિક્ષકની નોંધ વગેરે અંગે અનિયમિતતા જાેવા મળી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!