બિલખામાં ગરીબ કુટુંબોનો સર્વે કરી બીપીએલ યાદીમાં સમાવેશ કરવા સરપંચ દ્વારા ઉગ્ર રજૂઆત

0

બિલખામાં ગરીબી રેખા નીચે જીવતા અનેક કુટુંબો બીપીએલ યાદીમાં ન હોવાના કારણે સરકારી લાભથી વંચિત રહે છે અને તંત્રની ઉદાસીનતાને કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. હાલમાં તમામ સરકારી યોજનાનો લાભ લેવા માટે સરકાર દ્વારા માન્ય બીપીએલ યાદીમાં નામ હોવું જરૂરી છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, તંત્ર દ્વારા આવા કુટુંબોનો સર્વે કરાયો ન હોય ગરીબ પરિવારો ત્રાહીમામ પોકારી ગયા છે. બીલખામાં ર૦૧૪ની સાલમાં ગરીબ પરિવારોનો સર્વે કરાયો હતો. ત્યારબાદ અનેક રજુઆતો કરવા છતાં સંબંધિત તંત્ર દ્વારા સર્વેની કાર્યવાહી હાથ નહીં ધરાતાં રોષની લાગણી જાેવા મળી રહી છે. આ સંદર્ભે બિલખાના યુવા સરપંચ મહેન્દ્રભાઈ નાગ્રેચાએ જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તેમજ જૂનાગઢ જિલ્લા કલેકટરને આવા ગરીબ કુટુંબોનો તાત્કાલીક સર્વે હાથ ધરવા ઉગ્ર રજુઆત કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!