૧૯ જાન્યુઆરી અને ગુરૂવારનો દિવસ જૂનાગઢ માટે અને પ્રવાસન ક્ષેત્ર માટે પણ ખુબજ મહત્વનો દિવસ હતો. ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રીનાં હસ્તે જૂનાગઢ ખાતે ભુગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ શહેરને ઓવરબ્રિજ બનાવવા માટેની રૂા.૮૮ કરોડ જેવી માતબર નાણાંની ફાળવણી પણ મુખ્યમંત્રીશ્રીએ ઓન ધ સ્પોર્ટ કરી હતી. જૂનાગઢ કોર્ટને જુની સરકારી હોસ્પીટલ ખાતે કોર્ટ સંકુલની જાહેરાત થઈ હતી. અને ખુબજ ટુંકા ગાળામાં હવે જૂનાગઢને બે રેલવે ઓવરબ્રિજ મળી રહયા છે અને તે અંગેની કામગીરીને પણ પુરજાેશથી શરૂ કરી દેવામાં આવી હોવાનાં નિર્દેશો મળી રહયાં છે.
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમની સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. અને તે એ છે કે જૂનાગઢ સહિત અનેક શહેરોમાં રેલવે ફાટકની સમસ્યા સતત વધતી જતી રહી છે. વધતો જતો વાહન વ્યવહારને કારણે તેમજ ગીચ વસ્તીને કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદભવે છે. ત્યારે ગુજરાતના શહેરોને ફાટકલેશ બનાવવાનો મહત્વનો નિર્ણય સરકારે લીધો છે. દરમ્યાન જૂનાગઢ શહેરની જ વાત કરીએ તો આ શહેરમાં રેલવે સ્ટેશનથી શરૂ થઈને શહેરની વચ્ચોવચ્ચ સાત સહેલીઓ સમાની માફક રેલવે ફાટકો આવેલા છે. અને ટ્રાફિક સમસ્યામાં વધારો કરે છે. એટલું જ નહીં રેલવે સ્ટેશનની નજીક આવેલા જાેષીપરા ફાટક વર્ષો થયાં માથાના દુઃખાવા રૂપ બનેલ છે. કારણ કે અહીંથી જાેષીપરા, સરદારપરા સહિતની અનેક સોસાયટીઓ, ઓજી વિસ્તાર વગેરેમાં જવાતું હોય છે. આવીજ પરિસ્થિતિ વૈભવ ફાટક અને બસ સ્ટેશન પાસેનાં ફાટકની છે. આમ છેલ્લા ઘણાં વર્ષો થયાં આ લોકો ફાટકની સમસ્યાને લઈને પિડીત છે. અને જાેષીપરાનાં રેલવે ફાટકે તો અવર-જવર કરતાં લોકોને ત્રાહીમામ પોકારી ગયા છે. દિવસ દરમ્યાન અનેકવાર ફાટક બંધ થતા હોય છે. ખોલવામાં આવતા હોય જેના કારણે અહીંથી પસાર થતા લોકોને ૧પ-ર૦ મિનીટ ઉભુ રહેવું પડે છે અને વાહનોની લાંબી કતારો પણ થઈ જતી હોય છે. જાેષીપરા ફાટકની આ સમાસ્યા કાયમને માટે રહેલી છે અને આમાંથી છુટકારો મેળવવા માટે અનેકવાર ઉચ્ચ કક્ષાએ રજુઆતો, વિવિધ પક્ષ, પદાધિકારીઓ, આમ જનતા, જાગૃત નાગરીકો અને લોકોએ અગ્રણીઓએ, આંદોલનો પણ કર્યા છે અને જાેષીપરા ફાટક માટે ઓવરબ્રિજ બનાવવાની પણ માંગણી ઘણાં વર્ષો થયા રહેલી છે. આ માંગણી અને લાગણી પ્રવર્તતી રહી હતી. અને આખરે પ્રજાની આ લાગણીનો વિજય થયો છે. ગુજરાત સરકારે જૂનાગઢ ખાતેનાં જાેષીપરા ઓવરબ્રિજ બનાવવા માટેની સૈધ્ધાંતિક મંજુરી પણ આપી દીધી છે. અને આગામી દિવસોમાં જ જૂનાગઢમાં રેલવે સ્ટેશનથી ગિરીરાજ સોસાયટી, જાેષીપરા સુધીનાં બે ઓવરબ્રિજ બનાવવામાં આવનાર છે. આમ દુઃખભરે દિન બિતે રે ભૈયા અને આનંદની લેરખી વ્યાપે તેવા દિવસો હવે દુર નથી.
૧૯ જાન્યુઆરીની તારીખે જૂનાગઢ શહેરની ભુગર્ભ ગટર યોજના અને પ્રવાસનને લગતા વિકાસ કામનું લોકાર્પણ માટે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢ ખાતે આવ્યા હતાં. પીટીસી પરેડ ગ્રાઉન્ડ ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થીત જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલે મુખ્યમંત્રીશ્રીને રજુઆતો કરી હતી અને સ્થળ ઉપર પણ વિનંતી કરી હતી કે જૂનાગઢમાં આવેલા જાેષીપરા ફાટક અને ગિરીરાજ સોસાયટી સુધીનાં વિસ્તારમાં ઓવરબ્રિજ બનાવવા માટે અમે ૩ર કરોડ રૂપિયા ફાળવ્યાં છે. કુલ ખર્ચ ૧૧૦ થી ૧૧પ કરોડ રૂપિયાનું ખર્ચ થવાનું છે અને ૮૮ કરોડ રૂપિયાની ઘટ છે ત્યારે સરકાર સહાય કરે તેવી રજુઆત કરી હતી. આ તકે ગુજરાતનાં મુખ્યમંત્રીએ ઓન ધ સ્પોર્ટ નિકાલ કરી અને તાત્નકાલીક રૂા.૮૮ કરોડનું માતબર ફંડ જૂનાગઢ માટે ફાળવી દીધું છે. નજીકનાં દિવસોમાં જ રેલવે સ્ટેશનથી બે બ્રિજ જૂનાગઢ વાસીઓને મળવાનાં છે.
આ અંગે મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, રેલવે સ્ટેશનથી જાેષીપરા અને રેલવે સ્ટેશનથી ગિરરાજ સોસાયટી સુધીનાં બ્રિજ બનશે. પોણો કિલોમીટર સુધીનો આ બ્રિજ બનવાનાં છે. ત્યારે તે અંગેની ડિઝાઈનની કામગીરી પણ પુરી થઈ ગઈ છે. અને તમામ દસ્તાવેજાે, જમીન સંપાદન સહિતની કામગીરી પુર્ણ થઈ છે. વેસ્ટર્ન રેલ્વે ભાવનગર ડીવીઝન લીલી ઝંડી આપે એટલે કામ શરૂ થશે. અને નજીકનાં સમયમાં તેનું કામ શરૂ થઈ જશે. અને આ ફાટકની સમસ્યામાંથી લોકોને મુકિત મળશે.
બીજી તરફ આધારભુત રીતે મળતી માહિતી અનુસાર રેલવે સ્ટેશનથી જાેષીપરાને ગિરીરાજ સોસાયટી માટે થનારા ઓવરબ્રિજ માટેની કાગળની કાર્યવાહી રેલવે વિભાગ દ્વારા પણ થઈ ચુકી છે અને વડી કચેરી એટલે કે ભાવનગર ખાતે પણ કાગળો સબમીટ થયા હોવાનું જાણવા મળેલ છે. અને ખુબજ ટુંકા ગાળામાં ઓવરબ્રિજની બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવા નિર્દેશો મળી રહયાં છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews