જૂનાગઢ શહેરની શાન સમા અને અત્યંત રમણીય સ્થાન એવા નરસિંહ મહેતા સરોવરનાં બ્યુટીફીકેશનની કામગીરી પૂરજાેશથી હાથ ધરવામાં આવી રહી છે અને જે અંતર્ગત આગામી દિવસોમાં નરસિંહ મહેતા સરોવરની કાયાપલટ થવાની છે ત્યારે તેની ડીઝાઈન બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે અને તે અંગે નિષ્ણાંતો દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફીકેશનની કામગીરી શરૂ થઈ રહી છે. ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરને અમદાવાદના કાંકરીયા તળાવ જેવું બનાવવા દેશની અગ્રિમ આર્કિટેક સંસ્થાને ડીઝાઈન બનાવવાનું કામ સોંપીને તેમણે આપેલ વચન પાળી બતાવ્યું છે. નરસિંહ મહેતા સરોવરની ડીઝાઈન બનાવનાર સંસ્થાએ દેશના નવા સંસદભવનની ડીઝાઈન પણ તૈયાર કરેલ છે. તે સંસ્થાના ઈજનેરોએ ગઈકાલે નરસિંહ મહેતા સરોવર ઉપર ડ્રોન વિમાન ઉડાડી નિરીક્ષણ કર્યું હતું અને ડીઝાઈન બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો હતો. જૂની જાેગવાઈ મુજબ નરસિંહ મહેતા સરોવર ફરતે ફલોરીંગ રોડ, જાેગીંગ ટ્રેક, સાયકલ ટ્રેક, રીટેનીંગ વોલ, ગાર્ડન, રેસ્ટોરન્ટ, ટ્રેન, પાર્ક, પ્લે ઝોન બનાવવાની યોજના છે. દરમ્યાન જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરને અમદાવાદના કાંકરીયા તળાવ તથા જામનગરના લાખોટા તળાવ કરતાં પણ ચડિયાતું થાય તેવી સુચના કામ કરનાર સંસ્થાને આપી છે જેને પગલે સંસ્થા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિલીંગ્ડન ડેમ અને નરસિંહ મહેતા સરોવર માટેની ડિઝાઈન બનાવવાની કામગીરી બિમલ પટેલને સોંપવામાં આવી છે. એચસીપી કંપની કે જે ડિઝાઈન પ્લાનીંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઈવેટ લીમીટેડ દ્વારા ગુજરાત સરકાર અને ભારત સરકાર માટે ઘણાં મહત્વના પ્રોજેકટ કર્યા છે અને અમદાવાદનો રીવર ફ્રન્ટ પ્રોજેકટ, કાંકરીયા રી-ડેવલપમેન્ટ, રાજકોટ રેસકોર્ષ રીડેવલપમેન્ટ, આરબીઆઈ અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટ, આઈએમ અમદાવાદ, આઈઆઈટી જાેધપુર સહિતનાં બિલ્ડીંગની ડિઝાઈન બિમલ પટેલે તૈયાર કરી છે અને તેમની પાસે ૩પ થી વધુ વર્ષનો અનુભવ છે અને ભારત સરકારે તેમને પદ્મશ્રી એવોર્ડથી નવાજયા છે તેવા બિમલ પટેલ દ્વારા નરસિંહ મહેતા સરોવર અને વિલીંગ્ડન ડેમની ડિઝાઈન તૈયાર કરવામાં આવશે અને નરસિંહ મહેતા સરોવરનાં બ્યુટીફિકેશન માટે અંદાજીત રૂા.રપ થી ૩૦ કરોડનો ખર્ચ થશે તેમજ વિલીંગ્ડન ડેમ માટે અંદાજીત રૂા.૮ કરોડનો ખર્ચ થવાની સંભાવના છે. દરમ્યાન નરસિંહ મહેતા સરોવરનાં બ્યુટીફીકેશનની કામગીરી માટે નિષ્ણાંત ટીમ સર્વે કરી રહી છે અને આગાામી સમયમાં જ નરસિંહ મહેતા સરોવરની કાયાપલટ થઈ જશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews