ગુજરાત રાજ્યમાં ધોરણ ૧૦ બોર્ડની મુખ્ય પરીક્ષા પહેલા પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા ૧૦ એપ્રિલથી શરૂ કરવા બોર્ડ દ્વારા ચૂચના આપવામાં આવી છે. જ્યારે મરજીયાત વિષયની પરીક્ષા શાળા ખાતે લેવાશે. મરજિયાત વિષયની પરીક્ષા ૧૫થી ૧૭ એપ્રિલના રોજ લેવાશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડની વેબસાઇટ પર વિદ્યાર્થીઓની પરીક્ષાના ગુણ મુકવામાં આવશે. નોંધનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી દેવાઇ છે. ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ૧૦ મેથી તારીખ ૨૫ મે દરમ્યાન લેવામાં આવશે. ધોરણ ૧૨ સંસ્કૃત માધ્યમ અને ધોરણ ૧૨ વ્યવસાયલક્ષી પ્રવાહની પરીક્ષા ૧૭ મેથી શરૂ થશે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ ૧૦ની પરીક્ષા ૧૦ મેથી શરૂ થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો-૧૦ની પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષાને લઈને છેલ્લા કેટલાય સમયથી ચાલતા અસમંજસ વચ્ચે બોર્ડ દ્વારા ધો-૧૨ સાયન્સના ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરાયા બાદ હવે ધો-૧૦ના ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરી છે. સ્કૂલો ધો-૧૦ના વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ૫ માર્ચ સુધી રેગ્યુલર ફી સાથે ભરી શકશે. હવે માત્ર ધો-૧૨ સામાન્ય પ્રવાહની ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી બાકી હોઈ સંભવત ૧૫ ફેબ્રુઆરી નજીક તેની કામગીરી પણ શરૂ કરી દેવાશે. રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે માર્ચ-૨૦૨૦થી સ્કૂલો બંધ કરી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. તે વખતે બોર્ડની પરીક્ષા ચાલતી હોઈ પુરતી તકેદારી સાથે બોર્ડની પરીક્ષા પુર્ણ કરવામાં આવી હતી. જાેકે, ત્યાર બાદ સ્કૂલોમાં માત્ર ઓનલાઈન જ શિક્ષણ ચાલતુ હોઈ બોર્ડની પરીક્ષાને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા હતા. રાજ્યમાં ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા લેવાશે અને તે મે માસમાં લેવાનું આયોજન કરાયું હોવાની શિક્ષણ મંત્રીએ જાહેરાત કર્યા બાદ વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા હતા. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરતા પહેલા પરીક્ષા માટે જરૂરી સ્કૂલોના રજિસ્ટ્રેશન અને શિક્ષકોના રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ કરી હતી. આમ, શાળા અને શિક્ષકોના રજિસ્ટ્રેશનની કામગીરી બાદ બોર્ડ દ્વારા સૌપ્રથમ ધો-૧૨ સાયન્સની પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી હજુ ૨૦ ફેબ્રુઆરી સુધી ચાલશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews