માંગરોળમાં પાંચ વડલામાં આગ લાગી, બે કલાકની જહેમત બાદ કાબુમાં આવી

0

માંગરોળ થી ૩ કી.મી દુર કામનાથ રોડ ઉપર વર્ષો જુના મહાકાય પાંચ જેટલાં વડલાઓનાં ઝાડને આગ લાગતા પર્યાવરણ પ્રેમી દ્વારા સંજીવની નેચર ફાઉન્ડેશનના નરેશબાપુ ગોસ્વામીને જાણ કરતાં તાત્કાલીક નગરપાલિકાના ફાયર ફાયટરને સ્થળ ઉપર બોલાવી લગભગ દોઢ બે કલાકની મહેનત બાદ આગ કાબુમાં લેવામાં આવી હતી. કેશોદ રોડ તેમજ કામનાથ રોડ અવાર- નવાર પેશકદમીના આશયથી આગના બનાવોને શંકાને લઇને સંજીવની નેચર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કેશોદ આર.એન્ડ ડી.વિભાગના ભાસ્કરભાઈ અને મામલતદાર માંગરોળને અગાઉ મૌખીક તેમજ લેખીત અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ નકકર પગલાં ન લેવાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. આવા કૃત્ય પેશકદમીના આશયથી કરવામાં આવતા હોય તેવી શંકા વ્યક્ત કરાઈ રહી છે. માંગરોળ-માળીયાને જાેડતો રોડની ૭ કી.મી.સુધી ઉકરડા તેમજ કચરાના ઢગલાંને લીધે અકસ્માત થવાની પણ પુરી ભીતી હોય તંત્રએ તાત્કાલીક પગલાં લેવા લોક માંગણી ઉઠી છે આગ કાબુમાં લેવા માટે ફાયર ફાયટરના હુસેનભાઇ કન્ના તેમજ માનવ ચુડાસમાનો સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!