જૂનાગઢ ખાતે સ્વામી વિવેકાનંદ ફિઝીયોથેરાપી સેન્ટર તથા જેસીઆઈ જૂનાગઢ તેમજ માંકડીયા હોસ્પીટલના સહયોગથી આગામી તા.૧૪/ર/ર૦ર૧ના રવિવારના રોજ વિવેકાનંદ ગાર્ડન, તળાવ દરવાજા રેલ્વે ક્રોસીંગ પાસે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમદાવાદ, રાજકોટ તેમજ જૂનાગઢના સુપર સ્પેશ્યાલીસ્ટ નિષ્ણાંત ડોકટર જેવા કે ગાયનેક, એમ.ડી. ફીઝીશ્યન, ઓથોપેડીક હાડકાના નિષ્ણાંત, બીડીએસ દાંતના ડોકટર, ઈે એન ટી- કાન,નાક, ગળાના નિષ્ણાંત, હ્ય્દયરોગ તથા બાયપાસ સર્જરીના નિષ્ણાંત કાર્ડીયો ફુલ્મોનરી સેવાઓ આપશે. આ કેમ્પમાં ડાયાબીટીસ પણ ચેક કરી આપવામાં આવશે જે ડોકટરની એપોઈમેન્ટ લેવામાં પણ સમય લાગતો હોય અને કન્સલટીંગ ફી પણ ઘણી હોય તેવા ડોકટરની મુલાકાત અને માર્ગદર્શન માત્ર ૩૦ રૂપિયામાં મળશે. આ કેમ્પનો લાભ વધુમાં વધુ લોકો લ્યે તેવી જેસીઆઈ પરીવાર દ્વારા અપીલ કરવામાં આવે છે. આ કેમ્પને સફળ બનાવવા સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટના પ્રમુખ કૈલાશભાઈ અડવાણી, જેસીઆઈ જૂનાગઢના મેન્ટર અરવિંદભાઈ સોની, ડાયરેકટર કિશોરભાઈ ચોટલીયા, પ્રોજેકટ ડાયરેકટર કમલભાઈ સેજપાલ, યતિનભાઈ કારીયાના માર્ગદર્શન હેઠળ વર્ષ ર૦ર૧ના નવનિયુકત પ્રમુખ જયદીપભાઈ ધોરકીયા, સેક્રેટરી ચેતન સાવલીયા, વિરલ કડેચા, ચિરાગ કડેચા, મેડીકલ કેમ્પના પ્રોજેકટ ચેરમેન ડો.જય રાણીંગા અને જેસીઆઈ જૂનાગઢ પરીવારના મેમ્બર જહેમત ઉઠાવી રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews