જૂનાગઢ શહેરના માંગનાથ રોડ ઉપર આવેલ શ્યામ પ્લાઝા કમ્પ્લેક્સમાં દીપ એજન્સી નામની દુકાન તથા અન્ય બે દુકાન મળી ત્રણ દુકાનોમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હામાં ગણતરીના કલાકોમાં આરોપીને જૂનાગઢ એ ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો.
જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા શેટ્ટી દ્વારા મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢવા અને ચોરી, લૂંટ, ઘરફોડી વિગેરે બનાવોમાં સતર્કતા રાખી તાત્કાલિક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ છે. ગત તા. ૨૨-૦૨-૨૦૨૧ ના રાત્રી દરમ્યાન માંગનાથ રોડ, શ્યામ પ્લાઝા ખાતે આવેલ ફરિયાદી હરેશભાઇ ઈશ્વરભાઈ ચાંદારણાની દીપ એજન્સી નામની કટલેરીની દુકાનના તાળા તોડી, હેરબેલ, હેરકલીપ, હેરપીન, શીંગાર, અરીસાવિગેરે કિંમત રૂા. ૩૫,૦૦૦નો સામાન તેમજ અન્ય આજુબાજુની દુકાનોમાંથી પણ રોકડ અને પ્લાસ્ટીકની વસ્તુ મળી કુલ
રૂા. ૩૫,૪૯૦ની ચોરી કરવામાં આવતા વેપારીઓ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન જાણ કરાતા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, પીએઆઈ એ.કે.પરમાર અને સ્ફાટનાં માલદેભાઈ, દસુભાષભાઈ, વનરાજસિંહ, અનકભાઈ, મોહસીનભાઈ, વિક્રમસિંહ, દીનેશકુમાર, પ્રવીણભાઇ, સંજયભાઈ, સહિતની ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ તથા મળેલ બાતમી આધારે આરોપી મહેશ રાજુભાઇ સોલંકી (જાતે દેવીપૂજક રહે. સુખનાથ ચોક પાસે, જૂનાગઢ)ને રાઉન્ડ અપ કરી આ ઘરફોડ ચોરીમાં ગયેલ રૂા. ૨૨,૨૨૦ના મુદામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ આરોપી મહેશ રાજુભાઇ સોલંકીની જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવતા પોતે મજૂરી કામ કરતો હોય લોક ડાઉન આવતા કામમાં મંદી આવેલ હોઈ અને રૂપિયાની જરૂરિયાત હોઈ આ કોમ્પ્લેક્સમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી. એ ડિવિઝન પોલીસ દ્વારા માંગનાથ રોડ ઉપર આવેલ શ્યામ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ત્રણ દુકાનોમાં થયેલ ઘરફોડ ચોરીનો મોટા ભાગનો મુદામાલ રિકવર કરવામાં આવતા વેપારીઓ દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરી, એ ડિવિઝન પોલીસની કામગીરીની સરાહના કરવામાં આવેલ હતી.
પકડાયેલ આરોપી મહેશ રાજુભાઇ સોલંકીની વધુ પૂછપરછ હાથ ધરી, આ પ્રકારના બીજા કોઈ ગુન્હાઓ આચારેલા છે કે કેમ ? કોઈ ગુન્હામાં વોન્ટેડ છે કે કેમ ? અન્ય મુદામાલ કોને વેંચેલ છે ? તે બાબતે વધુ તપાસ એ ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews