વેરાવળમાં ગૌ માતાની તસ્કરી કરવા આવેલ હોવાની શંકાએ ત્રણ લોકો ઉપર દસ શખ્સોએ લાકડી-પાઇપ વડે હુમલો કરી મારમાર્યો

0

વેરાવળ શહેરમાં ગૌ માતાની તસ્કરી કરવા આવેલ હોવાની શંકા રાખી મોટર સાયકલ ઉપર જઇ રહેલ ત્રણ યુવાનોને દસ જેટલા શખ્સોએ પથ્થરના છૂટા ધા મારી પછાડી દઇ લાકડીઓ તથા લોખંડના પાઇપ જેવા હથીયારો વડે હુમલો કરી માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેથી ત્રણેય બાઇકસવારોને પ્રથમ સિવિલમાં ત્યારબાદ ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયેલ હતા. આ ઘટના અંગે ઇજાગ્રસ્ત યુવાને ચાર નામજાેગ અને છ અજાણ્યા મળી દસ શખ્સો સામે શંકા રાખી લાકડીઓ તથા લોખંડના પાઇપ વડે માર માર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે રાયોટીંગની કલમો હેઠળ ગુનો નોંધેલ હતો. ઘટનાની ગણતરીના કલાકોમાં જ દસ પૈકી છ આરોપીઓને ઝડપી લઇ બાકીનાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળમાં રેલ્વે ફાટક નજીક જલારામ નગરમાં મક્કા મસ્જીદ પાસે રહેતા શબ્બીર મહેંદીભાઇ લાલાણી (ઉ.વ.૨૭) તેના બે મીત્રો સાથે ચા નાસ્તો કરી પરત બાઇક ઉપર ૮૦ ફૂટ રોડ ઉપરથી ઘર તરફ જઇ રહેલ હતો. તે સમયે નવલ ભારાવાળા, સાગર ગણેશ ખોરાબા, વિજય માલમડી, સુનિલ સુયાણી, રાજુ લખમણ ચુડાસમાએ ત્રીપલ સવાર બાઇકને રોકાવવા પ્રયાસ કરેલ ત્યારે બાઇક ભગાવી નાસી જવા ત્રણેય શખ્સોએ પ્રયાસ કરેલ ત્યારે થોડે દુર પહોંચતા છુટા પથ્થરના ઘા મારતા બાઇક સ્લીપ થઇ જતા તેમાં સવાર ત્રણેય મિત્રો પૈકી મહમદ મુસાણીને રેલ્વે લાઇનની બોર્ડર લોખંડની જાળીમાં માથુ ભટકાતા ગંભીર ઇજાઓ થયેલ હતી. જયારે બાકીના બંન્નેે મિત્રો છોલાઇ જવાની ઇજાઓ પહોંચી હતી. આ સમયે બાઇક રોકાવવાનો પ્રયાસ કરનાર દસ શખ્સોએ એક સંપ કરી બાઇક સવાર ત્રણેય મિત્રોને ગાયોની તસ્કરી કરવા આવેલ છો તેમ કહી બિભત્સ શબ્દો ભાંડી લાકડી, લોખંડના પાઇપ જેવા હથીયારો વડે માર મારી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.
ઇજાગ્રસ્ત ત્રણેય મિત્રો સારવાર અર્થે પ્રથમ સરકારી અને ત્યારબાદ ખાનગી હોસ્પીટલમાં દાખલ થયેલ હતા. મારમાર્યા અંગે શબ્બીર લાલાણીએ નવલ ભારાવાળા, સાગર ગણેશ ખોરાબા, વિજય માલમડી, સુનિલ સુયાણી, રાજુ લખમણ ચુડાસમા તથા પાંચ અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે રાયોટીંગની આઇપીસી કલમ ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૪૧, ૩૩૮, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ મામલાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસે ગણતરીના કલાકોમાં જ દસ પૈકી છ આરોપીઓની ધરપકડ કરી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે બાકીના આરોપીઓને ઝડપવા પોલીસની એક ટીમ કામ કરી રહી હોવાનું પીઆઇ ડી.ડી. પરમારે જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!