કેશોદમાં માંગરોળ રોડ ઉપર પીપળીયાનગરમાં રહેતા ચાણકય એજયુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણચંદ્ર સવજીભાઈ ગજેરા સામે કેશોદ નગરપાલિકાના એન્જીનીયર વિપુલ ભાણજીભાઈ ચૌહાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, ચાણકય એજયુકેશન ટ્રસ્ટ હેઠળ ચાલતી સ્કુલો જેમાં ન્યુ એરા પ્રોફેસર કોમર્સ સ્કુલ-કેવદ્રા અને ન્યુ એરા પ્રોફેસર સાયન્સ સ્કુલ- કેવદ્રામાં ફાયર સેફટીના પ્રમાણપત્રો ચકાસવામાં આવતાં તેમાં ફાયર સેફટી અંગે કેશોદ નગરપાલિકાના ચીફ ઓફીસરના બોગસ સહી સિકકા લગાવાયા હતા. આ બોગસ પ્રમાણપત્રોનો સ્કુલ અને ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણચંદ્ર સવજીભાઈ ગજેરાએ શાળાની માન્યતા માટે ગાંધીનગર શિક્ષણ બોર્ડમાં રજુ કરીને ઉપયોગ કર્યાનું સામે આવતાં તેની ખરાઈ કરવામાં આવતાં આ સ્કુલને ફાયર સેફટીનું પ્રમાપણત્ર આપવાનો અધિકાર માત્ર જિલ્લા લેવલના અધિકારીને જ સત્તા હોવા છતાં સ્થાનિક નગરપાલિકાના ચીફ ઓફીસરની સહી અને સિકકા કર્યાનું સામે આવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews