આગામી ૧૩ એપ્રિલ ચૈત્રી નવરાત્રી ત્રીજના રોજ, તાલુકા-જીલ્લામાં ચૂંટણી લડેલા તમામ પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, મુખ્ય આગેવાનો સાથે પોતાના વિસ્તારમાં ૮થી૧૦ ખેતરની મુઠ્ઠી માટી એકત્ર કરી, ભેગી કરીને ઉપર ગૌમાતાના છાણથી લિપન(પવિત્ર) કરી, ગાયમાતાના ઘીનો દિવો કરી, એક કે તેથી વધારે ખેડૂત દંપતી સાથે પૂજન અર્ચન કરીને પરમ કૃપાળુ પરમાત્મા પાસે આપણા ખેડૂત ભાઇઓને ઉત્પાદન વધારે થાય, રોગચાળો ઓછો આવે, ખેડૂત ભાઇઓની આવકમાં વધારો થાય તેવા શુભ આશયથી પ્રાર્થના કરી ખેડૂત ભાઇઓને રાસાયણિક ખાતરનો વપરાશ જેમ બને તેમ ન કરી અને ઝેરી જંતુનાશક દવાનો પણ ઉપયોગ બંધ કરી અને જેૈવિક દવા અને સેન્દ્રિય ખાતર ઉપયોગ કરી ઓર્ગેનિક ખેતી તરફ આપણે સૌ સાથે મળીને જવાનો પ્રયાસ કરીએ, સાથે સાથે આપણા જે તે ગામના ગૌ ધનની રક્ષા કરતા ગૌપ્રેમી વ્યક્તિ ઓના સન્માન સાથે આ કાર્યક્રમ કરવાનો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews