અપહરણ અને દુષ્કર્મના ગુન્હામાં આરોપીના જામીન મંજુર કરતી જૂનાગઢની એડીશ્નલ સેશન્સ કોર્ટ

0

જૂનાગઢ તાલુકાના ભેંસાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરા સાથે દુષ્કર્મ અને અપહરણ અંગેના ગુનામાં આરોપીને જામીન ઉપર છોડવા જૂનાગઢની એડીશ્નલ સેશન્સ કોર્ટ હુકમ કરેલ છે. આ કેસની વિગત એવી છે કે, ગીરગઢડા તાલુકાના મોટા સમઢીયાળા ગામે રહેતા રાજુ ઉર્ફે રાજ ભગવાનભાઈ સરવૈયા (ઉ.વ.ર૩) નામના શખ્સે સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયા અંગેની ફરીયાદ ભેંસાણ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે જેલ હવાલે કરતા આરોપીએ જામીન ઉપર મુકત થવા માટે જૂનાગઢની એડીશ્નલ સેશન્સ કોર્ટમાં અરજી કરતા નામદાર કોર્ટે આરોપીના એડવોકેટ તથા ફરીયાદી તરફે સરકારી વકીલને સાંભળી આરોપીને જામીન ઉપર મુકત કરવા હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે જૂનાગઢના એડવોકેટ મુકેશ એમ. જાેષી રોકાયલા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews