ભેંસાણ પોલીસની લાલ આંખ સામે ગુનેગારોમાં ફફડાટ, જનતા ખુશ

0

ભેંસાણ પોલીસ સ્ટેશનનાં નવનિયુકત પીએસઆઈ એ.ડી. વાળા અને સ્ટાફે ગુનાહીત પ્રવૃતિ કરનારા શખ્સો સામે લાલ આંખ કરીને કડક વલણ દાખવતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. ભેંસાણ પોલીસ સ્ટેશનાં પીએસઆઈનાં નેતૃત્વમાં સ્ટાફ દ્વારા સમગ્ર તાલુકામાં સતત પેટ્રોલીંગ શરૂ કરીને કડક કામગીરી શરૂ કરી છે. પોલીસનાં કડક પગલાને લીધે હાલ તાલુકામાં ગેરકાનુની પ્રવૃતિ સદંતર બંધ છે. નવનિયુકત પીએસઆઈ એ.ડી. વાળાએ આવતાવેંત જ સપાટો બોલાવી દેતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. અને જનતામાં ખુશીની લાગણી પ્રસરી છે. હાલ કોરોના મહામારીને ધ્યાને લઈને પણ પોલીસ દ્વારા લોકોમાં જાગૃતતા આવે તે માટે માસ્ક ડ્રાઈવ અને પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews