વેરાવળ શહેર અને પંથકમાં ઘરફોડી ચોરી અને ગૌવંશ તસ્કરીની ગેરકાયદેસર પ્રવૃતિઓ આચરતા બે શખ્સોને ચાર જીલ્લામાંથી તડીપાર કરવાની દરખાસ્ત મંજૂર થતા બંન્ને ગુનેગારોને શહેર પોલીસે ઝડપી લઇ તડીપાર કરવાની કાર્યવાહી કરી હતી.
આ અંગે સીટી પીઆઇ ડી.ડી. પરમારે જણાવેલ કે, વેરાવળ શહેરમાં જુદી જુદી ઘરફોડ ચોરીઓ કરનાર તથા ગૌવંશ પશુજીવોની કતલ કરવાના ઇરાદે તસ્કરી કરતી ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા (૧) આદિલ અનવર શેખ (ઉ.વ.૧૯), રહે.બાગે યુસુફ કોલોની-વેરાવળ, (૨) રૂત્વીક ઉર્ફે રીતીક ગડુ મકવાણા (ઉ.વ.૨૧) રહે.સરકારી હોસ્પીટલ પાસે, રીંગરોડ વેરાવળવાળાઓ સામે પાંચેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. જેના આઘારે બંન્ને વિરૂધ્ધ હદપારીની દરખાસ્તો તૈયાર કરી પોલીસ અધીક્ષક મારફતે જીલ્લા કલેકટરને મોકલવોલ હતી. જે દરખાસ્તમાં બંન્ને ગુનેગારોની ગુનાહિત પ્રવૃતિઓની ગંભીરતાને ધ્યાને લઇ ગીર સોમનાથ જીલ્લાની લગોલગ આવેલ જીલ્લાઓ જૂનાગઢ, પોરબંદર તથા અમરેલી જીલ્લાઓમાંથી છ (૬) માસ સુધી તડીપાર કરવા માટે હુકમ કરેલ હતો. જે હુકમ અન્વયે વેરાવળ સર્વેલન્સ ટીમના પીએસઆઇ એચ.બી. મુસાર, નટુભા બસીયા, દેવદાનભાઇ, ગીરશ મુળાભાઇ, અરજણ મેસુરભાઇ, સુનિલ માંડણભાઇ, મયુર મેપાભાઇ સહિતના સ્ટાફએ કામગીરી હાથ ધરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews