જૂનાગઢ ઉપલા દાતારની જગ્યાએ યોજાઈ રહેલી ભાગવત સપ્તાહ કોરોનાના કારણે મોકૂફ રખાઈ

0

કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારનીની ધાર્મિક જગ્યામાં આગામી ૨૮એપ્રિલથી શરૂ થઈ રહેલી ભાગવત સપ્તાહ કોરોના મહામારીનું સંક્રમણ ના ફેલાઇ તે માટે કથા મોકૂફ રખાઇ છે. જેની તમામ દાતાર ભક્તોએ નોંધ લેવા જગ્યાના મહંત ભીમબાપુની યાદીમાં જણાવાયું છે. દાતારની જગ્યાએ બ્રહ્મલીન સંતોની દિવ્ય ચેતના સમી સમાધિઓ આવેલી છે. જગ્યાના સેવક સમુદાયની ઈચ્છાથી દેવભૂમિ દાતારની પાવન જગ્યા ખાતે ભાગવત કથાનું સાવરકુંડલાના પ્રસિદ્ધ કથાકાર વિજયભાઈ ઉપાધ્યાયના વ્યાસને કથાનું રસપાનનું અનેરૂ આયોજન કરાયું હતું. જે કથા હાલમાં કોરોનાના કારણે મોકૂફ રખાઈ છે. જેની તમામ દાતારના સેવકોએ નોંધ લેવા મહંત ભીમબાપુએ જણાવેલ છે. કથાની નવી તારીખ હવે પછી જાહેર કરાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews