પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાની ‘આગ’થી મોંઘવારીમાં ‘ભડકો’

0

ભારતમાં પાછલા દિવસોથી સતત પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. આંતરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલના ભાવમાં વધારો થતો હોવાથી ભાવ વધી રહ્યાં હોવાનું કહીને સરકાર પોતાના હાથ ઉંચા કરી લે છે પરંતુ તેને વધારેલી એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી રહી નથી. મોંઘવારીના વિષચક્રમાં કચડાતી વસ્તી પ્રતિદિવસ મોંઘવારીના મોટા ખપ્પરમાં ધકેલાતી જઈ રહી છે. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે, ગઈકાલે રાજ્યમાં પેટ્રોલના ભાવમાં ૩૪ પૈસાનો તો ડીઝલના ભાવમાં ૩૦ પૈસાનો વધારો કરાયો છે. ભાવ વધારો લાગુ થતા અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ૯૫.૭૨ રૂપિયાએ પહોંચ્યો છે તો ડીઝલના ભાવ ૯૬.૦૮ રૂપિયાએ પહોંચ્યો છે. રાજ્યના મોટા શહેરમાં પણ આ ભાવ વધારો લાગુ જાેવા મળી રહ્યો છે. વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં પણ પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો જાેવા મળી રહ્યો છે. વડોદરામાં પેટ્રોલનો ભાવ પેટ્રોલનો ભાવ રૂા.૯૫.૬૩ રૂપિયા તો ડીઝલનો ભાવ રૂા.૯૫.૯૯ એ પહોંચ્યો છે. સુરતમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ ૯૬.૧૨ રૂપિયા થયો તો ડીઝલનો ભાવ ૯૫.૬૬ રૂપિયા પ્રતિ લિટર થયો છે. સાથે જ રાજકોટમાં પણ રાજકોટમાં પેટ્રોલનો ભાવ ૯૫.૪૯ રૂપિયા તો ડીઝલનો ભાવ ૯૫.૮૮ રૂપિયાએ પહોંચ્યો છે જ્યારે ગાંધીનગરમાં પેટ્રોલ ૯૫.૯૨ રૂપિયા મોંઘુ બન્યું છે તો ડીઝલ ૯૬.૨૮ રૂપિયા પ્રતિ લિટર મોંઘુ બન્યું છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે જેની જનતાને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના કારણે સામાન્ય માણસ હેરાન પરેશાન થઈ રહ્યો છે ત્યારે રોજ બદલાતા ભાવમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. કાચા તેલની કિંમતોની અસર ઘરેલૂ માર્કેટમાં પણ જાેવા મળી રહી છે. એક દિવસની સ્થિરતા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરીથી ક્રમશઃ ૨૯ પૈસા અને ૨૪ પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. આ વધારા બાદ રાજધાનીમાં ૧ લિટર પેટ્રોલની કિંમત ૯૮.૮૧ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત ૮૯.૯૧ રૂપિયા પ્રતિ લિટરે પહોંચી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!