જૂનાગઢનાં રાજીવનગર ગ્રોફેડ રોડ, શ્રી કમિઆઈ કૃપા મોબાઈલ ટાવરની બાજુમાં રહેતા જીવાભાઈ રાજસીભાઈ સોલંકી વણકર (ઉ.વ.૬૩)એ રાવણભાઈ લાખાભાઈ પરમાર તેમજ એક અજાણ્ય શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરીયાદી મહાનગરપાલિકામાં કોર્પોરેટર હોય અને ચૂંટણી જીતી ગયેલ હોય જે વાતનું મનદુઃખ રાખી આ કામનાં આરોપીઓએ ગઈકાલે ફરીયાદી મોટરસાયકલ ઉપર જતા હતા ત્યારે પાછળથી આવી ચાલુ મોટરસાયકલ ઉપર ફરીયાદીને ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવેલ છે. જયારે સામા પક્ષે રાવણ લાખાભાઈ પરમાર (ઉ.વ.૪૧) રહે. ડો. આંબેડકરનગર બિલખા રોડ વાળાએ જીવાભાઈ રાજસીભાઈ સોલંકી વણકર વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીનાં ભાઈ ધર્મેન્દ્રભાઈનું અગાઉ ખૂન થયેલ હોય અને જે બાબતમાં ફરીયાદીએ ફરીયાદ કરેલ હોય અને આરોપીનું નામ આવેલ હોય જે બાબતમાં ફરીયાદ પાછી ખેંચી લેવાનું કહી આ કામનાં ફરીયાદી રાવણ લાખાભાઈ પરમારને ભુંડી ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે. વધુ તપાસ સી ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews